અમદાવાદ-

કોરોનાકાળમાં સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી વર્ષ ૨૦૦૮થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત ર્નિણય લે તેવી માંગ કરી છે. સાથે જ સાતમા પગાર પંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત છે. એવામાં તેમણે અલગ અલગ ૧૫ માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યા છતાં અસરકારક પગલાં નથી લેવાયા. ત્યારે હવે આ તબીબોએ હડતાલ પર જશે તેવા સંકેતો આપ્યાં છે ત્યારે હવે તેમની સાથે જુનિયર ડોક્ટરો પણ જાેડાશે.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જાેડાયેલા ૧૭૦૦ સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા છે.૧૫ માંગણીઓ સાથે તબીબોની મહામારી વચ્ચે પ્રોફેસર તબીબોની હડતાળ શરુ થઈ છે.૨૦૦૮ થી પેન્ડિંગ રહેલી ૧૫ માંગણીઓ અનેક રજુઆત બાદ પણ સરકાર વિચારણા નહીં કરતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. સાતમા પગાર પંચના લાભથી પણ ૧૭૦૦ જેટલા ડોક્ટરો વંચિત રહ્યાં હોવાનું સિનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું. કોરોના કાળમાં તમામ ડોક્ટરો કામથી અળગા રહેતો કફોડી હાલ સર્જાવાના એંધાણ છે. ૧૦ વર્ષની સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ય્ઁજીઝ્ર પરીક્ષાઓમાં સરકારી મેડિકલ અને સંલગ્ન કોલેજાેમાં ફરજ બજાવતાં પૂર્ણકાલીન શિક્ષકોને પ્રાથમિકતા આપવાની માંગ પણ કરાઈ છે.

જુનિયર ડોક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે રાજયના સરકારી તબીબો, શિક્ષકો છેલ્લા એક વર્ષથી સરકારની સાથે કોરોનાને મ્હાત આપવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. રાત કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને જાેયા વિના અવિરત ફરજ બજાવી છે. પરંતુ આ કોરોના વોરિયર્સ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા વ્યથિત છે. તેમણે હડતાળ કરવા અંગેનું આવેદન પત્ર પણ પાઠવ્યું છે. જ્યારે કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો થયો ત્યારે આ ડોક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધેલ છે. પરંતુ તેમ છતાં તેમના પ્રશ્નો અંગે કોઈ સંવેદનશિલતા દાખવી નહીં અને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે અમે તેમની હડતાળને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ.