રાજકોટ-

કોરોનાકાળમાં બાળકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા હોવાની ચોંકાવનારી વિગત આ સર્વે દરમિયાન જાણવા મળી છે.હાલમાં કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતાં થર્ડ વેવમાં બાળકોમાં સંક્રમણ ફેલાવવાની સંભવના છે. જેને અટકાવવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુની સૂચનાથી ૦-૫ વર્ષના ૧,૪૩,૩૫૫ બાળકોનો સર્વે હાથ ધરાયો હતો. જેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું. આ સર્વે અનુસાર કુપોષણથી પીડિત ૫૫૦ બાળકો, લોહતત્વની ખામી ધરાવતા ૪૩૦ બાળકો, જન્મજાત ખામી ધરાવતા ૧૪૨ બાળકો, અન્ય રોગ ધરાવતા ૧૬૬ બાળકો અને વિકાસ દર ઓછો હોય તેવા ૯૧ બાળકો સામે આવ્યા હતા. રાજકોટ જિલ્લાનાં ૦થી ૫ વર્ષનાં તમામ બાળકોનું આશા તથા આંગણવાડી વર્કરો મારફતે તેમના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી પ્રાથમિક સ્ક્રીનીંગ કરી ગંભીર લક્ષણોવાળા બાળકોને ટીમ મારફતે જરૂરી સારવાર તથા હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. આ તમામ કામગીરીનું સુચારૂ અમલવારી માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે. જે માટે વિભાગનાં તથા મુખ્યસેવિકા અને આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓએ બાળકોનાં સ્ક્રિનિંગની માર્ગદર્શિકા તૈયાર કરી હતી.રાજકોટ જિલ્લાના ૦થી ૫ વર્ષના બાળકો તામામ બાળકોનું આશા તથા આંગણવાડી વર્કર મારફતે તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર મુલાકત કરી સિન્ડ્રોમ એપ્રોચથી પ્રાથમિક સ્ક્રિનિંગ કરી ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને મેડિકલ ટીમ પાસે રીફર કરવામાં આવ્યા હતા.

આ મેડિકલ ટીમ તેમની ઘરે જઇ તપાસ કરી વધુ સારવાર અર્થે હાયર સેન્ટર પર રીફર કરાયા હતા. જ્યાં તેમને ઘનિષ્ઠ સારવાર મળી રહે તે મુજબનું સુચારૂ આયોજન કરી આ અભ્યાન હાથ ધરવામાં આવ્યું હતું કોરોનાની ત્રીજી લહેરની દહેશત મંડરાઇ રહી છે. ત્યારે તંત્રએ રાજકોટ જિલ્લામાં બાળકોનો સર્વે એક ઝુંબેશનાંરૂપમાં હાથ ધર્યો છે. જેમાં ૦થી ૫ વર્ષનાં બાળકોનો સર્વે પુરો થયા બાદ હવે ૬થી ૧૮ વર્ષનાં બાળકો અને તરૂણોનો સર્વે જિલ્લા આરોગ્ય તંત્રએ હાથ ધર્યો છે. જેમાં પાંચ દિવસમાં આશરે ૪૦ હજાર બાળકોનો સર્વે કરાયો છે. તેમાંથી ૬૩૧ બાળકો અને તરૂણોમાં શરદી - ઉધરસ, તાવનાં લક્ષણો જાેવા મળતા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તબીબી ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.રાજકોટ જિલ્લામાં ૬થી ૧૮ વર્ષની વય જૂથનાં ૩,૨૪,૨૦૪ બાળકો અને તરૂણોનો આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. ગત એક સપ્તાહ પૂર્વે આ સર્વે શરુ કરવામાં આવ્યો હતો. જેમાં આજ દિવસ સુધીમાં ૪૦,૦૦૦ બાળકોનો એટલે કે આશરે ૧૩ ટકા બાળકોનો સર્વે પૂરો થઈ ગયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાંવ્યું હતું કે, આ સર્વે જ્યાં સુધી તમામ બાળકોને આવરી નહિ લેવાય ત્યાં સુધી ચાલશે. અત્યાર સુધીનાં સર્વેમાં ૬૩૧ બાળકોને શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જણાતા તેમને આગળની તપાસ તબીબી ટીમ કરશે.આ સર્વે દરમિયાન ૯૦ જેટલા બાળકોને કોવિડનાં લક્ષણો જાેવા મળ્યા હતા અને કુલ ૧૧ તાલુકામાં મળીને ૧૫૧ બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી. ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે એક બાળકને ડિપ્રેશન, એકને હાર્ટ, ૧૧ને ચામડીનાં અને ૮ને જન્મજાત ખોટ જાેવા મળી હતી.