ગાંધીનગર, ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું નિધન થયું છે. ત્યારે તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. જગમાલ બારોટે અનેક સંતવાણી અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. ભજનિક જગમાલ બારોટ ‘કટારી’ અને “હાટડીયે કેમ રહેવાશે ભાઈ” સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી. જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં હતા, ત્યારથી જ તેમને પારંપરિક ગીતો ગાવાનો શોખ હતો.

જગમાલ બારોટ શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. સૌરાષ્ટ્રના જગવિખ્યાત સંત બજરંગદાસ બાપા બગદાણાના સાનિધ્યમાં પણ તેમણે અનેક ભજન કાર્યક્રમો કર્યા હતા. ભજનિક જગમાલ બારોટ કટારી અને હાટડીયેકેમ રહેવાશે ભાઈ સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી. જગમાલ બારોટને શાળામાં ભણતા ત્યારથી જ ગાવાનો શોખ હતો. શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. બજરંગદાસ દાદાએ જગમાલ બારોટ અને કાનદાસ બાપુની કસોટી કરી હતી. જગમાલ બારોટે કાનદાસ બાપુને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં તેમણે ભજન કર્યા હતા.