ઝાલોદ, ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામેં આવેલા ગ્રામ પંચાયતના કુવા પાસે વીજ ના બે થાંભલાઓ ઝૂકી ગયેલી હાલતમાં જાેવા મળી રહયા છે. ઘણા લાંબા સમયથી બન્ને વીજ પોલ ઝૂકી ગયેલી હાલત જાેવા મળે છે. ત્યારે જવાબદાર તંત્ર આંખ આડા હાથ રાખતું જાેવા મળી રહ્યું છે. આજ વીજ પોલ ઉપરથી નાનસલાઈ ગામને પીવાના પાણી માટે કુવા ઉપર વીજ કનેક્શન આપેલું છે. ત્યારે વારંવર જવાબદાર આધિકારીઓ તેમજ લાઈન મેકેનિકોને ગ્રામજનો દ્વારા મૌખિક જાણ કર્યા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી. જે જગ્યાએ વીજ લાઈન પસાર થાય તે જગ્યાએ કુવા પાસે વર્ષો પુરાણું એક ઘટાદાર વડવૃક્ષ છે. તેની વિશાળ ડાળીઓ આ લાઇટની લાઈન ઉપર વજનમા મુકાયેલી જાેવા મળે છે. જાે તાત્કાલિક સમયમાં ઝાલોદ વીજ કચેરી દ્વારા આ સમસ્યાનું ધ્યાન દોરવામાં નહીં આવે તો કુવા ઉપર પાણી ભરવા આવતા ગ્રામજનો અને રસ્તા ઉપરથી પસાર થતા લોકો તેમજ વહાનોને અકાળે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક આ સમસ્યાને દૂર કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.