૧૯૮૪માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં સિખના વિરુદ્ધ હિંસા ભડકી હતી.મળેલી વાતને સાચી માનીએ તો, અલી અબ્બાસ ઝફર કેટલાય સમયથી દંગો પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. સુલતાન, ટાઇગર ઝિંદા હૈ જેવી બ્લોબસ્ટર ફિલ્મોના દિગ્દર્શક અબ્બાસ જફર પોતાની આગામી ફિલ્મ પર કામ શરૂ કર્યું છે. આ વખતે તે ૧૯૮૪ના સિખ વિરોધી દંગલ પર ફિલ્મ બનાવાના છે .

હવે તેને સ્ક્રિપ્ટ પર કામ કરવા માટે વિષય મળી ગયો છે. ફિલ્મને પ્રોડયુસ કરવાની સાથેસાથે તે આ ફિલ્મની વાર્તા પણ લખી રહ્યો છે. જોકે તે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે કે નહીં તેની કોઇ જાણકારી નથી. અલી અબ્બાસ ઝફર અને તેની ટીમ દિલજીત દોસાંઝ સાથે વાતચીત કરી રહી છે. તેમને દિલજીત આ પાત્ર માટે યોગ્ય લાગી રહ્યો છે. એકટરે આ રોલ કરવા માટે હા પાડી હોવાનું કહેવાય છે.  

દેશમાં સ્થિતિ સામાન્ય થાય પછી ફિલ્મ શરૂ કરવાનો વિચાર છે.રસપ્રદ વાત એ છે કેસિખ દંગો પર આધારિત પંજાબી ફિલ્મમાં દિલજીતે કામ કર્યું છે.અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નામ પંજાબ-૧૯૮૪ હતું જે સાલ ૨૦૧૪માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મને પંજાબીમાં સર્વેશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.