દિલ્હી-

EDએ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમની પત્નીને સમન્સ પાઠવ્યું છે. આ બાબતની અધિકારીઓએ શનિવારે માહિતી આપી હતી. અભિષેક બેનર્જી લોકસભામાં ડાયમંડ હાર્બર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે. તેમને 6 સપ્ટેમ્બરે આ કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ આપવામાં આવ્યું છે, જ્યારે તેમની પત્ની રૂજીરાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આવો જ સમન્સ પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમને 1 સપ્ટેમ્બરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. CBIની FIRમાં આસનસોલ, કુનુસ્ટોરિયા અને કજોરા વિસ્તારોમાં અને તેની આસપાસ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડની ખાણો સાથે સંબંધિત કરોડોના કોલસા ચોરી કૌભાંડનો આરોપ છે. આ કેસમાં અનૂપ મજી ઉર્ફે લાલા મુખ્ય શંકાસ્પદ છે. EDએ અગાઉ દાવો કર્યો હતો કે, અભિષેક બેનર્જી આ ગેરકાયદેસર વ્યવસાયમાંથી મેળવેલા નાણાંના લાભાર્થી હતા, જ્યારે તેમણે તમામ આરોપોને નકાર્યા હતા.