ભરૂચ, ભરૂચના ભોલાવ ગામમાં આવેલ કચ્છ સુપર સ્ટોર ખાતે ગત ૧૭ ડિસેમ્બરના રોજ થયેલ મારામારીમાં દલિત સમાજના એડવોકેટ જશુભાઈ જાદવનું દશ દિવસ બાદ વહેલી સવારે મૃત્યુ થયુ હતું. પરિવારજનોના કહેવા અનુસાર ૧૦ દિવસ પહેલા થયેલ મારામારીમાં જમણા પગના થાપાના ભાગે તેમજ ડાબા પગની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આરોપી દેવુભા રણા અને તેના સાગરીતે ૬૫ વર્ષીય વૃદ્ધને પટકી લાતોથી મારતાં તેમને આંતરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાેકે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ફ્રેક્ચરનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. ગત રવિવારે તેમનું ૧૦ દિવસ બાદ વહેલી સવારે જશુભાઈને તકલીફ જણાતા ઝાડેશ્વરની એક મલ્ટીસ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર અર્થે લાવતા સ્થાનિક તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવારજનો ખૂબ જ દુઃખી થયા હતા. ત્યારબાદ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોય ૧૦ દિવસ સુધી પોલીસે તેમની ધરપકડ કરી ન હતી તેવા આક્ષેપો સાથે પરિવારજનો અને સમાજિક આગેવાનોએ હોસ્પિટલમાં પોલીસ પ્રશાસન ઉપર સુત્રોચ્ચર કરી રોષ ઠાલવ્યો હતો. બાદમાં ૧૦ દિવસથી એકપણ આરોપી ઝડપવામાં નાકામ રહેલી અને ત્યારબાદ સફાળી જાગેલી પોલીસે લોકોનો રોષ જાેતા મુખ્ય આરોપીને ઝડપી લાવી હતી. જાેકે મુખ્ય આરોપીને ઝડપી લાવી અન્ય ત્રણ આરોપીઓને વહેલી તકે ઝડપવાની ડીવાયએસપી સુંધાએ બાંહેધરી આપતાં પરિવારજનોએ લાશ સ્વીકારી પેનલ પી.એમ. કરાવી અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરી હતી. ઘટના બન્યાના ૧૦ દિવસ સુધી એક પણ આરોપી ઝડપાઇ નહિ અને લોકોનો રોષ જાેતા ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાઇ જાય જેમાં પોલીસની આવી કામગીરી એકવાર વિચાર માંગી લે તેવી છે. અસામાજિક તત્વો અને ખાસ કરીને લુખ્ખાતત્વો કે જેઓ મારામારી કરી પોતાને ‘તીસ માર ખા’ સમજતા લોકો માટે લાલબત્તી આ સમાન કેસમાં વળાંક નોંધાયો છે.  

રાજકીય વગ ધરાવતાં હોવાનો રોફ મારતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા

ભોલાવની ચકચાર મારામારી કેસમાં એડવોકેટ જશુભાઈ જાદવનું મૃત્યુ થયાના સમાચાર વહેતા થતાં જ આરોપીઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ પોલીસને હજુસુધી કોઈ ભાર મળી નથી. જાેકે લોકચર્ચા મુજબ આરોપીઓ રાજકીય વગ ધરાવે છે પોતે તીસ માર ખા હોય તેવા રોફ પણ ઝાડતા હોય તેવી માહિતી પણ મળે છે. આરોપીઓ સાથે રાજકીય સંડોવણીના કારણે જ ૧૦ દિવસ સુધી તેમને ઝડપવામાં પોલીસે રસ દાખવ્યો ન હતો. જે પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને જેલ ભેગો કરી શકતી હોય તે આરોપીને છેલ્લા ૧૦ દિવસ સુધી ઝડપવામાં નિષ્ફળ કેવી રીતે રહી હતી.