દિલ્હી-

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓના કબજા પછી લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે. તો કાબુલ એરપોર્ટ પર પણ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. હાલમાં જ જ્યારે 16 ઓગસ્ટે અમેરિકાના એરફોર્સનું વિમાન લોકોને બચાવવા માટે કાબુલ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તે સમયે લોકો પોતાનો જીવ બચાવવા માટે વિમાનની પાછળ ભાગતા જોવા મળ્યા હતા. તો કેટલાક લોકો તો વિમાનના પૈડા પર લટકી પણ ગયા હતા. જ્યારે વિમાન આકાશમાં ગયું તો વિમાન પર લટકેલા ત્રણ લોકો ટપોટપ નીચે પડી ગયા હતા. તો આ ફ્લાઈટમાંથી નીચે પડનારા લોકોમાંથી એક વ્યક્તિ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમનો ફૂટબોલર જાકી અનવારી હતો, જેનું મોત થયું છે. અમેરિકી વિમાનમાંથી પડી જવાથઈ અનવારીનું મોત થયું છે. અફઘાન સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, કાબુલ પર તાલિબાનના કબજા પછી 16 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર પહોંચેલા લોકોમાં જાકી અનવારી પણ સામેલ હતો. અફરાતફરીમાં તે ઉડાન ભરવા જઈ રહેલા સી-17 કાર્ગો પ્લેન પર ચડી ગયો હતો, પરંતુ પડી જવાથી તેનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, અનવારીનું મોત થયું છે. રિપોર્ટ અનુસાર, અનવારીનું મોતની પુષ્ટિ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સ્પોર્ટ્સે કરી હતી.