વડોદરા, તા. ૬

શહેરના કેટલાક પોશ વિસ્તારમાં બંગલા અને ફ્લેટ ભાડે રાખી કૂંટણખાના ચલાવવામા આવતા હોય છે. તો કેટલાક સ્પા સેન્ટરોમાં દેહ વ્યાપારની પ્રવૃતિ પૂરબહારમાં ધમધમી રહી હતી ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે શહેરના આજવા રોડ પર ઉપર દુકાનમાં દરોડા પાડી સંચાલકની ધરપકડ કરી હતી. જયારે તેના એક સાગરિતને વોન્ટેડ જાહેર કરી એક યુવતીને મુક્ત કરાવી હતી.

બનાવ સંદર્ભે બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારમાં સ્પા સેન્ટરો સહિત અનેક સ્થળે ગેરકાયદેસ પ્રવૃતિ ચાલતી હોવાથી શહેર પોલીસ કમિશનર તરફથી મળેલી સૂચનાને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરી હતી. દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના સ્ટાફને માહિતી મળી હતી કે, શહેરના આજવા રોડ ઉપર આવેલા કાન્હા સીટીની પેહલા માળે એક દુકાનમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. યુવતીઓને આ દુકાનમાં હાજર રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવી છે. ગ્રાહક દીઠ ૧૫૦૦ થી ૨૦૦૦નો ભાવ વસૂલ કરવામાં આવે છે. જેને લઇ પોલીસની ટીમે બોગસ ગ્રાહક મોકલી દરોડો પાડતા દુકાનમાંથી એક યુવતી દેહવ્યાપાર કરાવતા રંગેહાથ ઝડપાઇ ગઇ હતી. શહેરના આજવા નિમેટા રોડ ઉપર જેસિંગપુરા ગામ નજીક સાંઇવિલા સોસાયટીમાં રહેતો આજેશભાઇ ઉર્ફે કાલુ વિક્રમભાઇ પરમાર અને મુળ હાલોલના વિંટોજ ગામનો વતની અને હાલ બોડેલી રહેતો અનિલ પરમાર આ કૂટણખાનું ચલાવતા હોઇ પોલીસ સ્થળ ઉપરથી આજેશભાઇ ઉર્ફે કાલુ પરમારની અટકાયત કરી હતી. જ્યારે અનિલ પરમારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે કૂટણખઆનામાંથી ેક યુવતીને મુક્ત કરાવી હતી. આ ઘટના સંદર્ભે બાપોદ પોલીસ મથકે ઇમ્પોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા દોઢ મહિનામાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ચાર જેટલા કુટણખાના ઝડપી પાડ્યા

અમદાવાદમા સ્પા સેન્ટરમાં બનેલી ઘટના બાદ ગુજરાત રાજયના ગૃહમંત્રી દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ આપતાની સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ શહેર પોલીસના ઉચ્ચા અધિકારીઓની સુચના મુજબ શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે છેલ્લા દોઢ મહિનાની અદંર ચાર જેટલા કૂંટણખાના ઝડપી પાડ્યા હતા. જેમા લક્ષ્મીપુરા, પાણીગેટ અને જે.પી રોડ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી કૂંટણખાના ઝડપી પાડ્યા હતા. – ડો. ભાવના પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એ. એચ. ટી. યુ