વડોદરા, તા. ૨૭

જીવનનગરના રહીશો છેલ્લા સાત વર્ષથી આવાસોમાં એક બાદ એક પડી રહેલા પોપડાને લઇ હાલાકીનો સામનો કરી રહ્યા છે. રહીશો દ્વારા તે સમસ્યાના નિરાકરણ માટે આંદોલન કરતા પાલિકા તંત્રએ તેમને આવાસો જર્જરિત હાલતમાં હોવાથી બે દિવસની મુદ્દત આપી ખાલી કરવાની નોટીસ ફટકારતા રહીશોમાં રોષ જાેવા મળ્યો હતો. જે રોષ હજુ શાંત થયો નથી ત્યાં તો જીવનનગરની જેમ જ તરસાલી સ્થિત આવેલ હિંમતનનગરા ૪૫૬ રહીશોને પણ તેમના આવાસો જર્જરિત હાલતમાં હોય તેમણે પણ બે દિવસની મુદ્દત આપી આવાસો ખાલી કરવાની નોટીસ પાલિકા દ્વારા ફટકારવામાં આવી હતી. હજુ તો જીવનનગરના રહીશોનો નોટીસને લઇને રોષ શાંત થયો ન હતો ત્યાં તો પાલિકા દ્વારા વધુ એક તરસાલીના હિંમતનગરના રહીશોને નોટીસ ફટકારતા પાલિકા તંત્ર સામે રોષ જાેવા મળ્યો હતો. આમ પાલિકા તંત્રએ શહેરમાં ઠેર ઠેર આવા જર્જરિત આવાસોમાં નોટીસ ફટકારતા ઠેર ઠેર પાલિકા તંત્ર સામે રોષ જાેવા મળ્યો હતો. તરસાલીના હિંમતનગરમાં ૪૫૬ જેટલા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. હિંમતનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો વધુ પડતા જર્જરિત હોવાથી ક્યારે પણ પડી જાય તેવા ભયના મારે કેટલાક પરિવાર તો અન્ય જગ્યા પર ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા છે. ત્યારે ત્યાં રહેતા કેટલાક પરિવાર તો ભયના ઓથા હેઠળ હજી પણ જર્જરિત આવાસોમાં રહી રહ્યા છે. હિંમતનગરના રહીશોનો આક્ષેપ છે કે, અમે અહીયા ૪૦ વર્ષથી પણ વધુ સમયથી વસવાટ અહીંયા જ કરીએ છે અને જ્યારે પણ ચોમાસુ માથે હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા વારંવાર અમને આવી નોટીસ આપતા હોય છે. જાે પાલિકા ફક્ત ચોમાસા પુરતી જ કામ કરે છે ત્યાર બાદ આઠ મહિના ક્યા જાય છે.

હિંમતનગરના મોટાભાગના આવાસોના સ્લેબ પડી ગયા છે

હિંમતનગરના આવાસો એટલા જર્જરીત છે કે ધાબા પરના સ્લેબના સ્લેબ પડી ગયા છે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પરથી પણ મકાનમાથી આકાશ જાેઇ શકીએ તેટલા મોટા મોટા સ્લેબોના સ્લેબ પડી ગયા છે. સ્લેબ પડવાના ભયથી હિમ્મતનગરના રહિશો આવાસો છોડીને અન્ય સ્થળે ભાડેથી રહેવા મજબૂર બન્યા.

પાલિકા તંત્રએ નોટિસો ફટકારતા વિરોધ

શહેરમાં જેટલી પણ જર્જરીત ઇમારતો છે તેમાં પાલિકાએ ઠેર ઠેર નોટિસ ફટકારી છે અને જણાવ્યું છે કે, બે દિવસની અંદર આવાસો ખાલી કરો નહી તો તમારા આવાસની ઇલેક્ટ્રીકસીટી અને પાણીનુ કનેકશન બંધ કરવામાં આવશે. તેમજ નોટિસમાં જાે આવાસો જર્જરીત છે અને કોઇ હોનારત થશે તો તેની જવાદારી તે મકાન માલિકની રહેશે. પાલિકાની આવી નોટીસથી શહેરમાં ઠેર ઠેર પાલિકા તંત્ર સામે રોષ જાેવા મળ્યો હતો.

બે દિવસમાં અમે ક્યાં જશું ?

પાલિકાએ અમારા આવાસો જે જર્જરિતછે અને બે દિવસમાં મકાનો ખાલી કરવાની નોટીસ આપી છે પણ અમે બે દિવસમાં ક્યા જશુ ? અમારી પાસે એટલા બધા પૈસા હોત તો અમે અહિંયા કેમ રહેતા હોત બહાર જ ના રહેતા હોત. ફકત બે દિવસનો સમય આપ્યો છે તો અમે બે દિવસમાંક્યા જશું?

વીજ અને પાણીના કનેકશન કાપી નખાશે ઃ પાલિકા

પાલિકાએ ફકત બે દિવસનો સમય આપ્યો છે અને નોટિસ ફટકારી છે કે આવાસો જર્જરિત હાલતમાં છે, ખાલી કરો નહી તો અમે ઇલેક્ટ્રિકસિટ અને પાણીના કનેકશન કાપી નાખીશુ તેમ નોટીસમાં જણાવ્યું છે તો હાલ અમારા બાળક અમારા વિસ્તારમાજ શાળાએ જાય છે તો અમે હમણા બે દિવસમાં ક્યા જઇશુ.