અમદાવાદ-

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે તંત્રએ લોકડાઉનને લઇને સ્પષ્ટતા કરતા કહ્યું કે આ અંગે સરકારનો હાલ કોઇ વિચાર નથી. આ માત્ર સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે શહેરની હોસ્પિટલમાં હજુ પણ 40 ટકા બેડ ખાલી છે. જ્યારે શહેરમાં હાલ અલગ-અલગ 200 સ્થળોએ કોરોના માટે ટેસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તહેવારોમાં લોકોની મજા જ હવે સજા બની રહી છે. લોકોની ભીડ અને બેદરકારીના કારણે આજે હોસ્પિટલોમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.

સરકારી હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ સહીત કોરોના પોઝિટિવ આવ્યા છે જેને લઈને ડોકટરી આલમમાં પણ ભયની ભીતિ જોવા મળી છે 12 બેડ પણ ફુલ થવાની શક્યતા રહેલી છે જનતા એ સાવચેતી રાખીને શક્ય હોય તો ઘર માં રહેવા મોના બેન દેસાઈ એ જનતાને અપીલ કરી છે. અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન 112 રેકોર્ડ બ્રેક કોરોનાના દર્દીઓ દાખલ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 80 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. ત્યારે હાલ શહેરમાં મે મહિના કરતા પણ ખરાબ સ્થિતિ થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારો ઉપર કોરોનોનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે શહેરમાં લોકડાઉનને લઇને તંત્રએ સ્પષ્ટતા કરી છે. હાલ આ અંગે સરકારનો કોઇ વિચાર નથી, આ માત્ર સોશિયલ મીડિયા પર ફરતી માત્ર અફવાઓ છે.