વડોદરા-

પશ્ચિમ રેલવેના અમદાવાદથી દર બુધવાર અને શુક્રવારે ચાલતી ટ્રેન નં-૦૨૯૧૭ અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ સ્પેશિયલ ટ્રેન ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦થી કાયમી ધોરણે રદ્દ કરવામાં આવી છે. ૧૫ જાન્યુઆરીથી અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ સ્પેશિયલ સપ્તાહમાં માત્ર એક દિવસ જ ચાલશે.

હાલમાં, ટ્રેન નં-૦૨૯૧૭ અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ સપ્તાહમાં દર સોમવાર, બુધવાર અને શુક્રવારે અમદાવાદથી ચલાવવામાં આવે છે અને ટ્રેન નં-૦૨૯૧૮ હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ સ્પેશિયલ દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે નિઝામુદ્દીનથી ચલાવવામાં આવે છે. ૧૫ જાન્યુઆરીથી આ ટ્રેન અઠવાડિયામાં એકવાર અમદાવાદથી દર સોમવારે અને દર શનિવારે હઝરત નિઝામુદ્દીનથી ચાલશે. એટલે કે, અમદાવાદ અને હઝરત નિઝામુદ્દીન આ ટ્રેન ત્રિ-સાપ્તાહિકની જગ્યાએ સાપ્તાહિક રહેશે.

વડોદરાથી કેવડિયા સુધીની રેલવે લાઈન ઝડપથી ચાલૂ થાય તે માટે રેલવે બોર્ડ દ્વારા પ્રયત્નો કરાઇ રહ્યાં છે અને ડિસેમ્બર અંત સુધીમાં ટ્રેકની કામગીરી પૂર્ણ કરી દેવાની જાહેરાત પણ કરાઇ છે. ત્યારે ટ્રેક શરૂ થયા બાદ કેવડિયાથી દેશના અલગ-અલગ શહેરો માટે ટ્રેનો શરૂ કરાશે. જેમાં દિલ્હીથી અમદાવાદ આવતી ટ્રેનને કેવડિયા સુધી લંબાવવાની જાહેરાત કરી છે.