અમદાવાદ-

વડાપ્રધાન મોદીનો બે દિવસીય કાર્યક્રમ તમામ ફરજ પરના તમામ અધિકારીનો કોરોના ટેસ્ટ થશે. 30 ઓકટોબરના પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદી 30 ઓકટોબરના બપોર બાદ ગુજરાત પહોંચશે ત્યારબાદ 30 ઓકટોબરના પ્રધાનમંત્રી મોદી અમદાવાદથી કેવડીયા જશે. તા. 31 ઓકટોબરના સી પ્લેનમાં કેવડીયાથી અમદાવાદ આવશે પ્રધાનમંત્રી મોદી. વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે વોટર એરોડ્રામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વોટર એરોડ્રામની બિલ્ડીંગ અને જેટીને સેનિટાઇઝ કરવામાં આવી છે. આ ઉપરાંત સીપ્લેનના તમામ કર્મચારીઓ અને તમામ સ્થળો પર ફરજ પર હાજર રહેનારા તમામ કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. આ સાથે જ રાજ્યના બ્લુ ટ્રાન્સપોર્ટેશનનો નવો અધ્યાય શરૂ થશે. વડાપ્રધાન મોદી 30-31 ઑક્ટોબરે ગુજરાત આવશે અને કવેડિયા-અમદાવાદ સીપ્લેન સુવિધાનો શુભારંભ કરાવશે. આ ભારતની પ્રથમ અત્યાધુનિક સી-પ્લેન સેવા છે. સી-પ્લેન સેવા માટે અમદાવાદના  સાબરમતી રીવરફ્રન્ટ અને કેવડિયાના સરદાર સરોવરમાં વોટર એરોડ્રામ તૈયાર કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરે તે પહેલાં તેની ટિકિટના દરો પણ ઘટાડવામાં આવ્યા છે. અગાઉ આ પ્લેનની ટિકિટના દર 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા જે ઘટાડીને રૂપિયા 1500 રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે દેશમાં પ્રથમ સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે.