રાજપીપળા : ગુજરાતનો વિકાસ થઈ રહ્યો હોવાના ભાજપ સરકારના દાવા વચ્ચે બી.ટી.પી ધારાસભ્ય અને આદીવાસી નેતા છોટુભાઈ વસાવાએ ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે જનતાને લૂંટવા સિવાય કાય કામ આ સરકારે કર્યું નથી.અને લૂંટના હિસ્સા માંથી જે ટુકડા સરકારના મળતીયાઓને મળે એવા લોકોએ સરકારની વાહ વાહ કરવા સિવાય કાય કરતા નથી.

બી.ટી.પી ના સર્વે સર્વા છોટુભાઈ વસાવાએ જ જણાવ્યું હતું કે ગુજરાત પેટર્ન યોજનાના નામે દર વર્ષે ૮૦૦૦ કરોડ રૂપિયા આવે છે, એ યોજનાના નામેં અમુક આદીવાસી સાંસદો અને ધારાસભ્યો એન.જી.ઓ ને કોન્ટ્રાકટ આપી એમાંથી પૈસા ખાઈ જાય છે.ગુજરાત પેટર્ન યોજનાના નાણા ઉપયોગ દુર્ગમ-પહાડી વિસ્તારના વિકાસ માટે વાપરવા જાેઈએ, તો એ યોજનાના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે એનો હાલની ગુજરાત સરકારે કોઈ દિવસ ખુલાસો કર્યો નથી.આ યોજનાના નામે ફળવાતું બજેટ સરકાર વનબંધુના નામે ખાઈ જાય છે.ાॅ છોટુભાઈ વસાવાએ વર્ષ ૨૦૦૭ માં વનબંધુ કલ્યાણ યોજના ગુજરાતના આદિવાસીઓની સમસ્યા દૂર કરવા બનાવી તે છતાં હાલની સ્થિતિએ અદિવાસીઓની સમસ્યા દૂર થતી જ નથી.ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ ગુજરાત પેટર્ન યોજનાના નાણા એન.જી.ઓ ને આપી પૈસા ચાઉ કરી જાય છે.ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સરકાર છે, હાલની સ્થિતિ વધુ લોકો ભૂખે મરે છે અને બેરોજગાર છે.

ગુજરાત સરકાર અલગ અલગ નામોથી ગુજરાત પેટર્ન યોજનાના બજેટનો ઉપયોગ કરી રહી છે.પણ ગુજરાત સરકાર બતાવે કે આદિવાસી સમુદાયના વિકાસ માટે વપરાતું અલગથી બજેટ કેટલું છે.જે બજેટ સરકારે આદિવાસીઓના હિત માટે સીધું વાપરવું જાેઈએ એ બજેટ સરકારના મંત્રી, અધિકારીઓ અને એન.જી.ઓ મારફતે લૂંટી રહ્યા છે.જનતાને લૂંટવા સિવાય કાય કામ આ સરકારે કર્યું નથી અને લૂંટના હિસ્સામાંથી જે ટુકડા સરકારના મળતીયા ઓને મળે એ વાહ વાહ કરવા સિવાય કાય કરતા નથી.