વલસાડ, આખી દુનિયા પર જીવલેણ આતંક મચાવી રહેલ કોરોના વાઇરસ ની રસી આવતા લોકો માં આનંદ ની લહેર વ્યાપી છે. વેકસીન લીધા બાદ કેટલાક લોકો ના આરોગ્ય પર વિરોધાત્મક અસર થઇ રહી હોવા બાબતે ચોમેર ચર્ચાઓ વ્યાપી હતી જેને કારણે વેકસીન લેવા બાબતે લોકો માં ડર જાેવા મળ્યો હતો આવી દહેશતભરી ચર્ચા ની વચ્ચે પ્રથમ તબક્કા માં સૌ પ્રથમ આરોગ્ય કર્મીઓ એ વેકસીન નો ડોઝ લઈ લોકો ને વિશ્વાસ માં લીધો હતો. વલસાડ જિલ્લા ના આરોગ્ય કર્મીઓ સાથે સાથે જિલ્લા આરોગ્ય અધિકારી અનીલ પટેલ અને કર્મચારી મનોજ ભાઈ પટેલે વેકસીન લીધા હતા. હવે રાજ્યભરમાં વેસ્કિનેશનનો બીજાે તબક્કો શરૂ થયો છે. જેમાં ફ્રન્ટ લાઇન વર્કર્સ એટલે કે સરકારના વિવિધ વિભાગ અને પોલીસકર્મીઓને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આના અનુસંધાને વલસાડમાં સિવિલ હોસ્પિટલ ખાસે સરકારી કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. બીજા તબક્કામાં જિલ્લાના કુલ ૨૪૯૫ કર્મચારીઓને રસી આપવામાં આવશે. આજે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપ સિંહ ઝાલા તથા ડીવાયસએપી સહિતના પોલીસ જવાનો, મામલતદાર સહિતના સરકારી કર્મચારીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.