ગાંધીનગર, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત તા. ૨૮મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ તેમજ તાલુકા - જિલ્લા પંચાયતો માટે મતદાન યોજાશે. જ્યારે બીજી માર્ચને મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેના કારણે હવે વિધાનસભા સચિવાલયે પણ નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્ર-બજેટની રજૂઆત માટે તા. બીજી માર્ચના સ્થાને તા. ત્રીજી માર્ચને બુધવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા. પહેલી માર્ચથી શરૂ થનાર છે. જેમાં તા. બીજી માર્ચના રોજ રાજ્યના નાણાંમંત્રી નિતીન પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર- બજેટ રજૂ કરવાના હતા. હવે તેના બદલે નાણાંમંત્રી નિતીન પટેલ તા. ત્રીજી માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં અંદાજપત્રને રજૂ કરશે. કારણ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાઓ અને તાલુકા - જિલ્લા પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ તા. બીજી માર્ચને મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી હવે વિધાનસભા સચિવાલયે પણ નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રની રજૂઆત માટે બીજી માર્ચના બદલે ત્રીજી માર્ચને બુધવારના દિવસે ગૃહમાં રજૂ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. રાજયકક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાની વિનંતી ગ્રાહ્ય રાખીને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બજેટ સત્રના કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલની સહીથી પ્રસિદ્ધ કરાયેલા પત્રકમાં જણાવ્યા અનુસાર હવે બીજી માર્ચના રોજ વિધાનસભાની બેઠક મળવાની નથી. પરંતુ તેના બદલે હવે ત્રીજી માર્ચને બુધવારના રોજ સવારની બેઠકમાં નાણામંત્રી નિતીન પટેલ બજેટ રજૂ કરશે.