વડોદરા, તા. ૫

તરસાલી આઈ.ટી.આઈ.માં ઈન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા કંચન વસાવાએ ઈન્સ્ટ્રકટરો માટેની વિવિધ કૌશ્લ્ય કસોટીમાં ગુજરાતમાં પ્રથમ અને દેશભરમાં ચોથુ સ્થાન મેળવવાની સાથે કૌશ્લ્ય આચાર્ય એવોર્ડ પણ મેળવ્યો હતો.

કેન્દ્ર ના શ્રમ અને રોજગાર મંત્રાલય વિભાગ દ્વારા ઉદ્યોગિક કારખાના માં કામ કરવા કુશળ કારીગરો ને તૈયાર કરવા માટે દેશભરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા સ્થાપ્વામાં આવી છે. તાલીમ સંસ્થામાં તાલીમ આપતા ઇન્સ્ટ્રાક્ટરોને પણ વિવિધ કૌશલ્ય માટે પરીક્ષા લેવામાં આવે છે. ઈન્સ્ટ્રકટરોની સિધ્ધી બદલ તેમને એવોર્ડ થી નવાજવામાં આવે છે . આ વર્ષે પણ દેશભરમાંથી ચૌદસો ઇન્સ્ટ્રાક્ટરો એ ભાગ લીધો હતો જેમાંથી તરસાલી આઈ.ટી.આઈ.માંથી ફિટર ટ્રેડ ના ઇન્ટ્રકટર કંચનભાઈ ટી. વસાવાએ પણ પરીક્ષામાં ભાગ લીધો હતો.તેમને આ કસોટીમાં દેશભરમાં ચોથા નંબરે અને ગુરાતમાં પ્રથમ ક્રમાંક આવતા શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તેમને કૌશલ્ય આચાર્ય એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા.