વડોદરા : સંસ્કારી નગરી વડોદરાને માટે શરમથી માથું ઝુકાવી દે એવી શરમજનક બાબત આકાર પામી છે. જેમાં વડોદરા શહેરને ખાડાનગરી બનાવનાર અને એનું બિરુદ અપાવનાર ભ્રષ્ટ શાસકોની કામગીરીનો પર્દાફાશ કરવાને માટે “ખાડા”ફોટો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને માટે ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવાને માટે ઇનામથી નવાજીને પુરષ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનારે વડોદરા શહેરના કોઈપણ વિસ્તારના ખાડાનો ૧૮ સપ્ટેમ્બર પછીથી લીધેલો ફોટો મોકલવાનો રહેશે. પરંતુ આ ફોટો વોટરમાર્ક વિનાનો હોવો જોઈએ એવી શરત મુકાઈ છે. ખાસ વિષયની પસંદગીને લઈને સ્પર્ધા યોજાનાર હોઈ એનો વિષય પણ એવોજ પસંદ કરવામાં આવ્યો છે.”વડોદરાના માર્ગો પરના ખાડાઓ”. આ અંગેના ફોટા ૩૦મી સપ્ટેમ્બર સુધી મોકલવાના રહેશે.