ઝાલોદ, આજે ક્રિસમસ એટલે નાતાલના તહેવાર નિમિતે ઝાલોદ શહેર સહિત તાલુકા મા ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચ (દેવળ) મા સાદાઈ થી નાતાલ પર્વ ની ઉજવણી કરી હતી. નવા વર્ષના પ્રારંભ સાથે ખ્રિસ્તી સમુદાયે એકબીજાને શુભેરચ્છાઓ પણ પાઠવી હતી.કોરોના કાળ થી લઈ આજ દિન સુધી જેટલા પણ નાના મોટા તહેવારો આયા જેમ કે ઈદ. જન્માષ્ટમી. ભગવાન જગન્નાથ યાત્રા.સાતમ.આઠમ.નવરાત્રી. દિવાળી. જેની ઉજવણી લોકોએ સાદાઈ પૂર્વક અને સરકાર ના નિયમોને આધીન ઉજવ્યા છે.ત્યારે વર્ષના અંતે ૨૫ મી ડિસેમ્બર ના રોજ નાતાલ એટલે કે ક્રિસમસની ઉજવણી ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ધામધૂમ પૂર્વક ઊજવણી કરતા આવ્યા છે. પરંતુ આ વર્ષે કોરોના ગ્રહણ લાગતા આ સમુદાય દ્વારા માત્ર ચર્ચ માં ભગવાન ઈશુની પૂજા પ્રાથના સાદગી પૂર્વક કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી .

દર વર્ષ ની જેમ પણ આ વર્ષે ચર્ચ અને ઘરોને રોશની થી શણગાર વામા આવ્યા હતા ૨૫ મી ડિસેમ્બર ના રોજ સમગ્ર દુનિયા માં નાતાલ પર્વ ની ઉજવણી ધામધૂમ પુર્વક કરવામા આવતી હોય છે. ભારત માં પણ અનેક ધર્મ ના લોકો રહે છે. અને તેમાંય ખ્રિસ્તી સમુદાય નું પણ એક આગવું મહત્વ છે ભારત દેશ માં પણ નાતાલ પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ઝાલોદ નગર માં આવેલ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ દ્વારા ઝાલોદ સીએચસી હોસ્પિટલ ખાતે જઇ હોસ્પિટલ માં સારવાર લઇ રહેલા બાળકો તેમજ દર્દી ઓને ચોકલેટ બિસ્કિટ વિગેરે આપી શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉજવણી માં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.