મુંબઈ-

બોલીવૂડ સ્ટાર આજે સૌકોઈની પસંદ છે. કોમેડી હોય કે એક્શન અજય દેવગણે કરેલા રોલ તેના તમામ ફેન્સને પસંદ આવે છે. પણ શું તમે જાણો છો કે અજય દેવગણના પિતા વિરુ દેવગણ તેમને એક્શન સુપરસ્ટાર બનાવવા માગતા હતા. અજય અને વિરુ દેવગણ સૌથી ચર્ચિત પિતા-પુત્રમાં સામેલ છે. હાલમાં જ અજય દેવગણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની એક યાદગાર ઘટનાનો વર્ણન કરી રહ્યા છે.તમામ લોકો જાણે છે કે, વિરુ દેવગણ એક મોટા એક્શન ડાયરેક્ટર હતા. સ્ટંટ અને એક્શન સ્કિવન્સ સિવાય તેમણે હિન્દુસ્તાન કી કસમ જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી હતી. આ સ્ટોરીમાં અજય દેવગણે લીડ રોલ કર્યો હતો. પરંતુ, ઓફ સ્ક્રિન પણ વિરુ દેવગણ કોઈ એક્શન સ્ટારથી ઓછા ન હતા. આ વાત આ વીડિયોથી સામે આવી.આ વાયરલ વીડિયોમાં ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાજીદ ખાન, અજય દેવગણની સાથે એ કિસ્સાને યાદ કરતા જાેવા મળે છે. વીડિયોમાં સાજીદ કહે છે કે, અજયની વ્હાઈટ જીપ હતી, જેમાં અમે લોકો ફરતા હતા. હૉલિડે હોટેલ પાસે પતલી ગલી હતી, જેમાંથી અચાનક પતંગ પાછળ ભાગતું બાળક આવ્યું. જીપ ફૂલ સ્પીડમાં હતી, તો અમે બ્રેક લગાવી. જાેકે, બાળકને કોઈ ઈજા નહોતી પહોંચી. તે ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતો. ખબર નહીં કેવી રીતે પણ ત્યાં હજારો લોકો ભેગા થઈ ગયા. અમે એલોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આમા અજયની કોઈ ભુલ નથી અને છોકરુ પણ એકદમ ઠીક છે. પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયારી ન હતું.