મુંબઇ 

અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ 'લક્ષ્મી'નું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મ 9 નવેમ્બરે OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ સાથે અક્ષયે એક ખાસ પહેલ શરૂ કરી છે. અક્ષયે ટ્રાન્સજેન્ડરને તેની ઓળખ અને સમાન હક અપાવવા માટે પહેલ કરી છે. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને તેણે 'અબ હમારી બારી હૈ' નામ આપ્યું છે.

અક્ષયે આ વીડિયોમાં ટ્રાન્સજેન્ડર સાથે માથા પર લાલ ચાંદલો લગાવીને આ વાત કરી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'નજરથી બચવા માટે ઘણા ટીકા લગાવ્યા. નજરીયો બદલે તેવું નિશાન કરવાનો હવે આપણો વારો છે. હવે જેન્ડર સ્ટીરિયોટાઈપ તોડવાની વાત છે. એક લાલ ચાંદલા સાથે થર્ડ જેન્ડરને તમારો સપોર્ટ આપો. જે પ્રેમ અને સમાનતાનું પ્રતીક છે.


અક્ષય ફિલ્મમાં એક ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરી રહ્યો છે અને ટ્રેલરમાં તેના રોલના ઘણા વખાણ થયા છે. સોન્ગ 'બમ ભોલે'માં અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. આ સોન્ગને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યું છે. કિન્નર અખાડા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પણ કપિલના શોમાં પ્રમોશન કરવા માટે આવ્યા હતા.