વડોદરા-

વડોદરા ખાતે ઝીરો શેડો ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ એક ઘટના ઘટી હતીકે જેમાં 12.4 વાગ્યે જયારે સૂર્યની સ્થિત એ આપણા પ્રતિબિંબની એવી રીતે ઉપસાવ્યું હતુ કે જેમાં પાતાળમાં આપણું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતુ જેની વધુ વિગતવાર માહિતી આપતા વડોદરાના ખગોળશાસ્ત્રીએ જણાવ્યું હતું કે કર્કવૃતથી લઈને મકરવૃત સુધીના તમામ વિસ્તારોમાં આ ઝીરો શેડો ડેની ઘટના બનતી હોય છે. સૂર્ય એ સ્થિતિમાં આવે છે જેના લીધે આ દ્રશ્યનું નિર્માણ થતુ હોય છે. આજના દિવસે બપોરે 12.45 કલાકે આ ઘટના બની હતી.

ઝીરો શેડો ડેની આ ઘટના એ ફરીથી હજુ 1 જુલાઈના રોજ જોવા મળશે ત્યારે ઝીરો શેડો ડે એટલે કે જયારે મધ્યાહન સમયે સર્ય જયારે બરાબર માથાપર આવી જાય જેના કારણે થોડી સેક્ધડો માટે વસ્તુઓનો પડછાયો બરાબર તેની નીચે પડતો હોવાથી ગાયબ થયો હોય તેવું લાગે છે. ઝીરો શેડો માટેસૂર્યની ઉતર અને દક્ષિણ તરફની વર્ષ દરમ્યાનની ગતી કે જેને આપણે અનુક્રમે ઉતરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખીયે છીએ અને આગતી કરતા સૂર્યએ વર્ષમાં બે વખત આ ઘટના નિર્માણ પામતી હોય છે.