અંક્લેશ્વર, અંકલેશ્વર સ્ટેશન રોડ પર શહેર પોલીસે એક દુકાન માંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નું કૌભાંડ ઝડપી પાડ્યુ હતુ. પોલીસે બે ભાઈઓ ની અટકાયત કરી કુલ ૫૫૦૦૦ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસ ના પેટ્રોલિંગ દરમ્યાન સ્ટેશન રોડ ઉપર રોનક સ્ટીલ એન્ડ ક્રોકરી સેન્ટર નામ ની દુકાન માં રાંધણ ગેસ ના મોટા સિલેન્ડર માંથી નાની ગેસની બોટલ માં ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ચાલતુ હોવાની બાતમી ના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે દુકાન માં તપાસ કરતા ૨ વ્યક્તિ મળી આવ્યા હતા, અને દુકાન ના પાછળ ના ભાગે તપાસ કરતા ૧૧ નંગ ગેસ ની નાની મોટી બોટલો મળી આવી હતી. શહેર પોલીસે ગેરકાયદેસર જાેખમી રીતે બે રબર ની પાઈપ ની મદદ થી ગેસ રિફિલિંગ કરતા અને સ્ટેશન વિસ્તાર ની નરિમલ ની ચાલ માં રહેતા આરીફ ઐયુબ પટેલ અને તૌસીફ ઐયુબ પટેલ ને ઝડપી પાડ્યા હતા.પોલીસે દુકાન માંથી ૧૧ નંગ નાની મોટી ગેસ ની બોટલો તથા ગેસ રિફિલિંગ ક૨વાના સાધનો અને રોકડા રૂપિયા ૩૬,૩૦૦ મળી કુલ રૂપિયા ૫૫,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ભાઈઓ ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.