ઝાલોદ, ઝાલોદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયતની ૯ અને તાલુકા પંચાયત ૩૮ બેઠકોની ચૂંટણી માટે સવારથી જ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું હતું.ત્યારે બપોરના સમયે ઘોડિયા મુખ્ય પ્રાથમિકમાં અજાણ્યા શખ્સો મતદાન કેન્દ્રમાં ઘૂસીને જઈને એકાએક બુથ કેપચરિંગનો પ્રયાસ કરવા સાથે ઈવીએમ મશીનની તોડફોડ કરવામાં આવતા મતદાન અટકી પડ્યું હતું.જેથી ચૂંટણી અધિકારી દ્વારા સોમવારના દિવસે પુનઃ મતદાન યોજવામાં આવ્યું હતું.બીજા દિવસે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘોડિયા ખાતે મતદાન યોજાયું હતું.મતદાન કેન્દ્રની જિલ્લા કલેકટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જાેઈસરે મુલાકાત લીધી હતી.ઘોડિયા મુખ્ય પ્રાથમિક શાળાનું પુનઃ મતદાન ૪૯.૧૨% ટકા નોંધાયું હતું.મત કેન્દ્ર ખાતે પુનઃ કોઈ ઘટના ન બને તે માટે વિડ્યોગ્રાફી સહિતની કાર્યવાહી ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરી હતી. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી કરાશે. લોકો ઉત્સાહથી રાહ જાેઇ રહ્યા છે.