આણંદ : રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા ઓક્ટોબર માસ દરમિયાન તા.૧૯થી તા.૨૩ સુધીમાં ટેલીફોનીક અથવા વોટ્‌સએપ વિડિયો કોલિંગ તેમજ ગુગલમીટ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતિમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવંુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગાં ન થવાની સૂચનાને અનુસરતા આણંદ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવાર મળી રહે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તદ્દઅનુસાર ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં ઉમેદવારે નામ નોંધાવા માટે સૌ પ્રથમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવવામાં આવેલ ગુગલ લિંક https://forms.gle/Jp8KPmz8f1esUqu67, ઈ-મેલ આઈડી mcc.anand01@gmail.com, પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ. ડિપ્લોમા તથા અન્ય ગ્રેજ્યુટ જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની ઉમરનાં ઉમેદવારો ભાગ લઇ શકશે. આ ભરતીમેળામાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ તેમજ અન્ય સેક્ટરનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તેવાં જ ઉમેદવારોની વિગત ફોન નંબર સાથેની રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર કંપનીઓને તેમની ખાલી જગ્યાઓ અનુરૂપ આપવામાં આવશે.

લાયકાતને અનુરૂપ ખાલી જગ્યાઓ ધરાવતાં નોકરીદાતા દ્વારા આપનો ટેલીફોનીક અથવા વોટ્‌સએપ વિડીયો કોલિંગ દ્વારા ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. જ્યારે જણાવવામાં આવે ત્યારે ઉમેદવારે જરૂરી ડોક્યૂમેન્ટ સાથે રાખવા અને ઇન્ટરવ્યૂ માટે પૂર્વ તૈયારી રાખવાની રહેશે. વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી આણંદનાં ફોનનં-૦૨૬૯ ૨૨૬૪૯૯૮ પર સંપર્ક કરી માહિતી મેળવી શકશે, એમ જિલ્લા રોજગાર અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.