આણંદ : દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ આઇસીએઆર સંસ્થાઓના નિયામકોનું વાર્ષિક પરિષદ તાજેતરમાં નવી દિલ્હીઓ ખાતે યોજાઇ હતી. આ પરિષદનું આયોજન વિડિયો કોન્ફરન્સિંગથી આઇસીએઆર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરિષદ તા.૫મી ડિસેમ્બરના વર્લ્ડ સોઇલ ડે નિમિત યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તેમજ કૈલાસ ચૌધરી અને અન્યમ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.  

આ પ્રસંગે આઇસીએઆરના પ્રકાશનો તથા વર્ષ-૨૦૧૯ માટે કૃષિ યુનિવર્સિટીઓના આઇસીએઆર રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતા. આ રેન્કિંગમાં આણંદની કૃષિ યુનિવર્સિટીએ ૨૪મું સ્થાન હાંસલ કર્યું હતું. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં તથા પશ્ચિમ ભારતની યુનિવર્સિટીઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટી અગ્રક્રમે રહી હતી. અત્રે ઉલ્લેઓખનીય છે કે, આણંદની કૃષિ યુનિવર્સિટીએ વર્ષ-૨૦૧૮માં ૩૭મું સ્થાન હાંસલ કર્યું હતું. વર્ષ-૨૦૧૯માં તેમાં પ્રગતિ કરીને ૨૪મું સ્થાન હાંસલ કરીને રેન્કિંગમાં સુધારો કરી આગળ આવી છે. ગુજરાત સરકારના રચનાત્માક અભિગમને આભારી છે.

કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓના સામુહિક અને સર્વોત્તમ યોગદાનથી આણંદ કૃષિ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરતાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.વી. વ્યાસે સર્વેને અભિનંદન આપ્યાં હતાં.