ભરૂચ, ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાંની સાથે જ ઉમેદવારો અને સમર્થકો માં ખુશીનો માહોલ સર્જાયો હતો .જેમાં મોટા ભાગ ના જુના જાેગીઓ ને પડતા મૂકી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. કેટલાય જૂના જાેગીઓના પત્તા કપાતા તેઓમાં છૂપો રોષ જાેવા મળ્યો હતો. ઉમેદવારોની યાદી જાહેર થતા તેઓના સમર્થકોએ તેઓને ફટાકડા ફોડી આતશબાજી સાથે અભિનદન પાઠવતા દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો હતો.

ભરૂચ નગરપાલિકા ના ભાજપ ના ઉમેદવારો ના નામ ની સત્તાવાર જાહેરાત બુુુધવારે મોડી રાતે કરાઈ હતી. ભરૂચ પાલિકા વોર્ડ ૨, ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ભરૂચ નગરપાલિકા ની ૧૧ વોર્ડ ની ૪૪ બેઠકો પૈકી ૪૦ બેઠક ના ઉમેદવારો ના નામ ની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં ભાજપા ના ૩૨ સીટીંગ સભ્યો પૈકી ૨૫ નવા યુવાન ચહેરાઓ ને તક આપવામાં આવી છે.જ્યારે માત્ર ૭ ને જ રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ.નંબર ૭ માંથી પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, વોર્ડ નંબર.૩ માં પૂર્વ કારોબારી કમીટી ચેરમન નરેશ સુથારવાલા, તેમજ વોર્ડ નંબર.૪ માં હેમેન્દ્ર પ્રજાપતિ, રાજશેખર દેશનવર, અને શિલાબેન વણકર, વોર્ડ નંબર.૫ માંથી નીના યાદવ, અને વોર્ડ નંબર ૭ માંથી હેમા પટેલ નો સમાવેશ થતો હતો. તે સિવાય તમામ નવા ચહેરાનો તક આપવામાં આવી છે.ભરૂચ શહેર ભાજપ પ્રમુખ ધનજીભાઈ ગોહિલ ,અને યુવા ભાજપ ના અમિત ચાવડા ને ચૂંટણી જગમાં ઉતારવામાં આવ્યા છે. ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરતા કંઈ ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાય ઉમેદવારો નક્કી થતાં તેઓના સમર્થકોએ તેઓને મોડી રાત્રિએ આવકારી લઈ શુભેચ્છા પાઠવવા સાથે હારતોરા કરી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ સર્જાવા પામ્યો હતો.