મુંબઈ-

બોલિવુડ અભિનેતા આસિફ બસરાએ સુસાઇડ કર્યું છે. ગુરુવારે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં મેક્લોડગંજમાં જોગિનબાડા રોડ પર સ્થિતિ એક કેફેની પાસે આત્મહત્યા કરી છે. તેમણે આત્મહત્યા શા માટે કરી તેને લઇ વાત સામે આવી નથી.

મળતી માહિતી મુજબ આસિફ બસરા યૂકેની એક મહિલા સાથે લીવ ઈનમાં રહેતા હતા. ગુરુવારે બપોરે તે પોતાના પાળતૂ શ્વાનને ફરાવવા નિકળ્યા હતા. ત્યાર પછી ઘરે પાછા ફરી ગયા બાદ શ્વાનના પટ્ટાથી જ ફંદો બનાવી લીધો. પ્રારંભિક તપાસમાં જાણ થઇ છે કે તે ડિપ્રેશનમાં હતા. કાંગડા એસપી વિમુક્ત રંજને આ મામલે પુષ્ટિ કરતા જણાવ્યું કે પોલીસ તપાસ કરી રહી છે. આસિફ બસરાએ આત્મહત્યા કરી છે. તેઓ બોલિવુડ અભિનેતા છે અને તેમણે ઘણી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું છે. બોલિવુડ ફિલ્મ પરઝાનિયા, બ્લેક ફ્રાઈડે ઉપરાંત તેઓ હોલિવુડ ફિલ્મ આઉટસોર્સમાં કામ કરી ચૂક્યા હતા. બસરા હિમાચલી ફિલ્મ સાંઝમાં પણ પોતાના પાત્ર માટે ઓળખાય છે. આ ઉપરાંત ઈમરાન હાશ્મીની વન્સ અપોન અ ટાઇમ ઈન મુંબઈ ફિલ્મમાં પણ ઈમરાનના પિતાના રોલમાં તેઓ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2020 બોલિવુડ માટે એટલું સારુ રહ્યું નથી. આ વર્ષે ઘણાં ફિલ્મી સિતારાઓ દુનિયાને અલવિદા કરી ચૂક્યા છે. સુશાંત સિંહ રાજપૂક, ઈરફાન ખાન, રીશિ કપૂર, સરોજ ખાન, વાજીદ ખાન જેવા ઘણાં કલાકારોના નિધન થયા છે.