દિલ્હી-

કોરોનાના આ વેરિયન્ટે હાલ દુનિયાની ચિંતાઓમાં વધારો કર્યો છે, પણ ભારત માટે રાહતની ખબર છે કે હજી સુધી આ વેરિયન્ટનો એકપણ કેસ ભારતમાં નોંધાયો નથી. જાેકે ભારત આ નવા વેરિયન્ટને લઈને સતર્ક અને ચિંતિંત પણ છે. આ વેરિયન્ટને હાલ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ વેરિયન્ટ પર વિવિધ રિસર્ચ થશે અને પછી આ વેરિયન્ટને ક્લાસિફાઈડ કરવામાં આવશે. જાેકે આ મ્યૂટેશન વેરિયન્ટ પણ ખૂબ ઘાતક હોવાનું જણાઈ આવ્યું છે અને વેક્સિનની અસર પણ ઓછી થઈ શકે એવું જાેખમ જણાવાઈ રહ્યું છે. કહ્યું હતું કે કોરોનાનો મ્.૧.૬૧૭ વેરિયન્ટ પહેલી વખત ભારતમાં ડિસેમ્બર મહિનામાં નોંધવામાં આવ્યો હતો. આ વેરિયન્ટ વાઈરસના મૂળભૂત વેરિયન્ટની તુલનામાં સરળતાથી ફેલાઈ રહ્યો છે.

ભારતમાં હજી કોરોનાનો કહેર ઓછો થયો નથી ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ઉૐર્ં)એ કોરોનાના નવા વેરિયન્ટની ઘોષણા કરી છે અને આ સાથે વિશ્વના દેશોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. આ વેરિયન્ટનું નામ ઝ્ર.૧.૨ છે. આ વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધુ સંક્રામક છે. આના સાથે કોરાનાનો મ્યૂટેશન મ્.૧.૬૨૧ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આ વેરિયન્ટને હજી વેરિયન્ટ ઓફ કન્સર્નના રૂપથી ક્લાસિફાઈડ કર્યા પહેલાં આ વેરિયન્ટની પ્રકૃતિ અને સંક્રામકતાની શક્તિ પર રિસર્ચ તેમજ નજર રાખવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં ૨૧ મેના દિવસે આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો. કોરોનાના આ વેરિયન્ટને વૈજ્ઞાનિકો ખૂબ જ ખતરનાક ગણાવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ઉૐર્ં)ના ટેક્નિકલ પ્રમુખ ડો. મારિયા વોને ટ્‌વીટ કરીને કહ્યું હતું કે સી.૧.૨ બાબતે વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઉૐર્ં સતત દક્ષિણ આફ્રિકાના શોધકર્તાઓ સાથે સંપર્કમાં છે અને આના પર વિશેષ રિસર્ચ કરી રહ્યા છે અને તેમણે આફ્રિકાના શોધકર્તાઓનો આભાર પણ માન્યો છે કે તેમણે આ વેરિયન્ટ મળતાં તરત જ ઉૐર્ંને આના વિશે જાણકારી આપી અને તેના પર અત્યારે શોધ કરવામાં આવી રહી છે. ઉૐર્ંએ કહ્યું હતું કે ૨૧ મેએ આ વેરિયન્ટ સામે આવ્યા બાદ દુનિયાભરમાં આ વેરિયન્ટના ૧૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. અમારે આ નવા વેરિયન્ટની વધુ સિક્વન્સ વિશે શોધ કરવાની જરૂર છે, કેમ કે હજી સુધી ડેલ્ટા વેરિયન્ટને જ સૌથી ઘાતક વેરિયન્ટ માનવામાં આવે છે. કોરોનાનાઆ વેરિયન્ટને વૈજ્ઞાનિકો વધુ ઘાતક ગણાવી રહ્યા છે. ૨૪ ઓગસ્ટે પ્રીપ્રિન્ટ રિપોઝિટરી મેડરેક્સિવ પર પિયર-રિવ્યુ અધ્યયન માટે પોસ્ટ કરવામાં આવેલા ડેટા અનુસાર સી.૧ની તુલનામાં કોરોનાનો આ વેરિયન્ટ ઝ્ર.૧.૨ ઝડપથી મ્યૂટેશન કરી શકે છે. આનો અર્થ એ છે કે કોરોનાના આ નવા વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે.