દિલ્હી-

ચીનમાંથી ઉધભવેલી કોરોના મહામારી દુનિયાભરના દેશોને પ્રભાવિત કરી ચૂકી છે અને હવે સ્થિતિ એવી છે કે દિવસે-દિવસે તેની પકડ મજબૂત બનતી જાય છે. સમય જતાં વાયરસ નબળો પડવાને બદલે વધારે ફેલાઇ રહ્યો છે જેના પરિણામે વિશ્વસ્તરે અત્યાર સુધી પોણા ત્રણ કરોડ જેટલા લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂકયા છે. કોરોના મહામારી અત્યાર સુધી નવા લાખ લોકોનો ભોગ લઇ ચૂકી છે. જો આંકડાની વાત કરીએ તો વિશ્વસ્તરે વિતેલા ચોવીસ કલાકમા ૨.૫૮ લાખ સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે અને ૪૬૩૪ દર્દીઓના મોત નીપયા છે. વલ્ર્ડેામીટરના આંકડા મુજબ વિશ્વસ્તરે અત્યાર સુધી ૨ કરોડ ૭૦ લાખ ૪૩ હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. ૮.૮૨ લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો યારે ૧ કરોડ ૯૧ લાખ લોકો સ્વસ્થ્ય બન્યા છે. સમગ્ર વિશ્વમાં હાલમાં ૭૦ લાખ સક્રિય કેસો છે. 

કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી આગળ છે, અહીં કુલ ૬૪,૨૯,૯૪૭ કેસ થયા છે જેમાંથી ૧,૯૨,૮૧૮ દર્દીઓના મોત થયા છે. એના પછી બ્રાઝીલમાં ૪૧,૨૩,૦૦૦ કેસ સામે આવ્યા છે જે પૈકી ૧,૨૬,૨૦૩ લોકો જીવ ગુમાવી બેઠા છે. આ બંને દેશોની સરખામણીએ દૈનિક સ્તરે ભારતમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં કુલ કેસ ૪૧,૧૦,૮૩૯ છે યારે ૭૦,૬૭૯ મૃત્યુઆકં છે. રશિયામાં પણ કુલ કેસ ૧૦,૨૦,૩૧૦ અને મૃત્યુઆકં ૧૭,૭૫૯ છે. પેમાં કુલ કેસનો આંકડો ૬,૭૬,૮૪૮ છે યારે મોતનો આંકડો ૨૯,૫૫૪ને પાર કરી ગયો છે. કોલંબિયામાં કુલ કેસનો આંકડો ૬,૫૮,૪૫૬ અહીં કોરોનાથી મૃત્યુઆકં વધીને ૨૧,૧૫૬ થયો છે. સાઉથ આફ્રિકામાં પણ કોરોના મહામારી ઝડપથી ફેલાઇ રહી છે અહીં કુલ કેસ વધીને ૬,૩૬,૮૮૪ થયા છે યારે ૧૪,૭૭૯ લોકોના મોત થયા છે. મેકિસકોમાં કોરોના સંક્રમણના કુલ કેસ ૬,૨૩,૦૯૦ થયા છે યારે મૃત્યુઆકં વધીને ૬૬,૮૫૧ થયો છે. સ્પેનમાં કોરોના સંક્રમણના કુલ કેસ ૫,૧૭,૧૩૩ છે જે પૈકી ૨૯,૪૧૮ લોકોના મોત થયા છે. આર્જેન્ટિનામાં સંક્રમણના કેસ ૪,૭૧,૮૦૬ છે જેમાંથી ૯,૭૩૯ લોકોના મોત થયા છે.

આ સિવાય ૨૨ દેશો એવા છે યાં કુલ કેસનો આંકડો બે લાખને પાર કરી ગયો છે. આ દેશોમાં ઇરાન, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરબ, ઇટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. કુલ મૃત્યુઆંકનો ૬૦ ટકા મૃત્યુદર માત્ર છ દેશો અમેરિકા, બ્રાઝીલ, મેકિસકો, ભારત, બ્રિટન, ઇટલીમાં થયા છે.