વડોદરા : પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. પીડિતાએ નોંધાવેલી આ ફરિયાદમાં પ્રશાંત ઉપાધ્યાયની અંગત સેવિકા દિશા ઉર્ફે જાેન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી પોલીસે દિશા ઉર્ફે જાેનની ધરપકડ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જાે કે, આજરોજ દિશાના રિમાન્ડ પૂર્ણ થતાં તેણીને જેલના હવાલે કરાઈ હતી. જ્યારે બીજી તરફ પોલીસે પાખંડી પ્રશાંતનો જેલમાંથી કબજાે મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દિશાએ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી આપી છે. 

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે કરેલા કાળા કરતૂતોનો એક બાદ એક બહાર આવી રહ્યા છે. વર્ષ ર૦ર૦માં બગલામુખીના પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ર૧.૮૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ તેનો ભોગ બનેલી અન્ય એક પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પ્રશાંતનો ભોગ બનેલા અનેક લોકો પોલીસ સમક્ષ આવ્યા હતા. જેમાં પાખંડી પ્રશાંતે આશ્રમમાં આવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. આમ એક બાદ એક પ્રશાંતની કરતૂતો બહાર આવતાં પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી જેલના હવાલે કર્યો હતો. તેવામાં વર્ષ ર૦૧પમાં પ્રશાંત ઉપાધ્યાયે ગોત્રી સ્થિત તેના આશ્રમમાં આવતી શિષ્યા સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતંુ.

 વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પ્રશાંત વારંવાર શિષ્યા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો. પ્રશાંતની પાપલીલાની ભાગીદાર બનેલી તેની ત્રણ અંગત સેવિકાઓ દિશા ઉર્ફે જાેન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ તેની તમામ હરકતોથી વાકેફ હતી. છતાં પ્રશાંતની હવસને સંતોષવા માટે મહિલાઓને ફોન કરી આશ્રમમાં બોલાવતી હતી. પ્રશાંતનો ભોગ બનેલી પીડિતાએ આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૩૦ ઓક્ટોબર, ર૦ર૦ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં પ્રશાંત સહિત તેની અંગત સેવિકા અને રાઝદાર દિશા ઉર્ફે જાેન અને દીક્ષા તેમજ ઉન્નતિ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે પ્રશાંતની રાઝદાર દિશા ઉર્ફે જાેનની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પોલીસે દિશાના ઘરે અને ગોત્રી સ્થિત પ્રશાંતના આશ્રમમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ મહત્ત્વની કડી મળી આવી ન હતી. ગુરુવારે રાઝદાર દિશાના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેણીને જેલના હવાલે કરી હતી. પોલીસે દિશાનો મોબાઈલ ફોન કબજે કરી તેણીને એફએસએલ તપાસ અર્થે મોકલી આપ્યો હતો.

બીજી તરફ જેલની હવા ખાઈ રહેલા પાખંડી પ્રશાંત સામે તાજેતરમાં નોંધાયેલા દુષ્કર્મ મામલે ગોત્રી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે. જાે કે, આ મામલે વધુ પૂછપરછ કરવા બાબતે પોલીસ પ્રશાંત ઉપાધ્યાયને આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.

યુનાનીની કામોત્તેજક દવાઓ વાપરતો

પાખંડી પ્રશાંત ઉપાધ્યાય અનેક મહિલાઓ અને યુવતીઓ સાથે કામલીલા આચરવા માટે યુનાનીની કામોત્તેજક દવાઓ વાપરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ભક્તોની હાજરીમાં વારંવાર એ કામોત્તેજક દવાને ‘ગ્રીન એનર્જિ’ હોવાનું જણાવી લેતો હતો અને મુંબઈના એક સત્સંગી પાસેથી આ યુનાની દવા મંગાવતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.