આણંદ : આણંદ જિલ્લામાં ગુજરાતનો સૌપ્રથમ પ્રાણીઓ માટેનો પેટપાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ અને જિલ્લા પોલીસ વડા અજીત રાજીયન દ્વારા આણંદ ખાતે આ અનોખો પેટપાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

વિદેશમાં જે રીતે પાલતું પ્રાણીઓ માટે પાર્ક ઊભાં કરવામાં આવ્યાં છે એ જ રીતે ગુજરાતમાં પણ પાલતું પ્રાણીઓ પોતાના માલિક સાથે આવીને આનંદ કરી શકે એ આશયથી આણંદમાં સૌ પ્રથમ પેટપાર્ક શરૂ કરવામાં આવ્યો છે. આણંદના બાકરોલ-વડતાલ રોડ ઉપર આવેલ જાેળ ગામે પાણીની કેનાલ પાસે આશિયાના ફોર એનિમલ નામના આ પેટપાર્કમાં પાલતંુ પ્રાણીઓ રમી શકે તે માટે અલગ અલગ સાધનો ઉપરાંત પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ જગ્યા પર એક પેટકેફે ઊભૂં કરવામાં આવ્યું છે, જ્યાં માલિક અને પેટ બંને માટે અલગ અલગ વાનગીઓના મેનંુ રાખવામાં આવ્યાં છે. આણંદ ખાતે આ રીતનું આ કેફે પણ સૌપ્રથમ વખત ખુલ્યું છે.

આરઆરએસએ સંસ્થાના સંચાલક ભાવેશભાઈનું કહેવું છે કે, આ પ્રયત્ન થકી જે પણ ફંડ ઊભૂંં થશે તે ફંડ સંસ્થાના એનિમલ શેલ્ટર ખાતે સારવાર લઈ રહેલાં રસ્તે રખડતાં પ્રાણીઓની દવા અને ખોરાક પાછળ ખર્ચ કરવામાં આવશે.