મેલબોર્ન

ડિફેન્ડિંગ ચેમ્પિયન સોફિયા કેનીનને ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં ક્યા કેનેપીના હાથે 3-6,2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલો રાઉન્ડ જીત્યા પછી જ કેનીને કહ્યું કે પાછલા વિજેતા તરીકે રમતી વખતે તે ગ્રાન્ડ સ્લેમમાં પ્રથમ વખત નર્વસ હતી તે 65 ક્રમાંકિત કનેપીની સાતમી ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઇનલ છે. તે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં અંતિમ આઠમાં પહોંચી હતી. અન્ય મેચોમાં ટોચના ક્રમાંકિત એશ્લે બાર્ટીએ ઓસ્ટ્રેલિયાની ડારિયા ગેવરિલોવાને 6-1, 7-6થી હરાવી હતી.