મેલબોર્ન

આઠ વખતના ચેમ્પિયન નોવાક જોકોવિચે રવિવારે મિલોસ રાઓનિચને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન હાંસલ કરી ગ્રાન્ડ સ્લેમ ખાતે ૩૦૦ મી જીત મેળવી હતી. પરંતુ ડોમિનિક થીમ ની વિજયયાત્રા ચોથા તબક્કામાં અટકી ગઈ. 

ટોચના ક્રમાંકિત જોકોવિચ ગ્રાન્ડ સ્લેમમાં ૩૦૦ મી જીત નોંધાવનાર રોજર ફેડરર પછીનો બીજો ખેલાડી છે. ટેલર ફ્રિટ્‌ઝ સામેના ત્રીજા રાઉન્ડની મેચમાં જોકોવિચ કોર્ટ પર પડવાથી ઈજાગ્રસ્ત થયો હતો. પેટના માંસપેશીઓમાં ખેંચાવાને કારણે તેણે શનિવારે કોર્ટ માં પ્રેકટીસ કસરત કરી ન હતી. જોકે, તેણે આ મેચમાં કોઈ ઈજાના નિશાન દર્શાવ્યા ન હતા અને ૭-૬, ૪-૬, ૬-૧, ૬-૪થી જીત મેળવી હતી. રાઓનિચ સામે આ તેની સતત ૧૨ મી જીત છે. તેનો સામનો આગામી રાઉન્ડમાં (ક્વાર્ટર ફાઇનલમાં) એલેક્ઝાંડર ઝ્‌વેરેવ સામે થશે. તેણે કહ્યું કે તે આગામી મેચ માટે સંપૂર્ણ તૈયારીઓ કરશે કારણ કે તે ટેનિસની ટોચની ચાર ટૂર્નામેન્ટોમાંની એક છે. તેણે કહ્યું, 'જો તે ગ્રાન્ડ સ્લેમને બદલે કોઈ અન્ય ટૂર્નામેન્ટ હોત તો હું તેનાથી દૂર થયો હોત. આ ગ્રાન્ડ સ્લેમ છે અને હું તેમાં મારો શ્રેષ્ઠ દેખાવ કરવા માંગુ છું. '' યુએસ ઓપન રનર-અપ ઝ્‌વેરેવે ૨૩ મા ક્રમાંકિત દુસાન લાજોવિકને ૬-૪, ૭-૬, ૬-૩થી હરાવ્યો હતો.

ત્રીજા ક્રમાંકિત ડોમિનિક થીમનો વિજયરથ ચોથા રાઉન્ડમાં અટક્યો. ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૦ રનર્સ અપ અને યુએસ ઓપન ચેમ્પિયન ડોમિનિક થીમ ગ્રિગોર દિમિત્રોવ સામે ૬-૪, ૬-૪, ૬-૦થી હારી ગયા બાદ બહાર થયો હતો.