દિલ્હી-

ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી છે. બંન્ને નેતાઓ વચ્ચે દિલ્હીમાં ૩૦ મીનિટ સુધી મુલાકાત ચાલી, સુત્રો પ્રમાણે બાબરી મસ્જીદ વિધ્વંસ કેસમાં અડવાણી હાજર થવાના છે તે પહેલાં આ બંન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત થઈ.

આ મુલાકાત દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા ભુપેન્દ્ર યાદવ પણ તેમની સાથે હતા. ઉલ્લેખનીય છે કે, બાબરી વિધ્વંસ કેસમાં ૨૪ જુલાઈએ લાલકૃષ્ણ અડવાણી હાજર થવાના છે. તેઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સીબીઆઈની ખાસ કોર્ટમાં તેઓ હાજર થશે. આ દરમિયાન બાબરી વિધ્વંસને લઈને તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.

આ મામલે ઉમા ભારતી, કલ્યાણ સિંહ કોર્ટમાં પોતાનું નિવેદન આપી ચુક્્યા છે. હવે, ૨૩ જુલાઈએ મુરલી મનોહર જાેષી અને ૨૪ જુલાઈએ એલકે અડવાણી સીઆરપીસીની કલમ ૩૧૩ હેઠળ પોતાનું નિવેદન આપશે. સીબીઆઈની વિશેષ કોર્ટના જજ એસકે યાદવ આ મામલે બંન્ને નેતાઓના નિવેદન નોંધવાની તારીખ નક્કી કરી છે.