અંકલેશ્વર-

આજકાલ રાજ્યમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે. લોકડાઉન ખૂલ્યા બાદ લૂંટના કેસ વધી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જવેલર્સની દુકાનમાંથી બે લાખના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના કારણે ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ મહિલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. અંકલેશ્વરનાં જવેલર્સ દુકાનમાં ખરીદી કરવા આવેલ એક મહિલાની સોનાની બંગડીઓ અન્ય ત્રણ જેટલી મહિલાઓએ નજર ચૂકવી ચોરી કરીને ફરાર થઈ જતાં મામલો અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યા હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરમાં ચૌટા નાકા વિસ્તારમાં આવેલ મારૂતિ જવેલર્સમાં ખરીદી કરવા આવેલા એક મહિલાની સોનાની બંગડીઓ અન્ય ત્રણ જેટલી આવેલી મહિલાઓએ નજર ચૂકવી ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ મામલો પોલીસ મથકે પહોંચતા અંકલેશ્વર શહેર પોલીસે મારુતિ જવેલર્સ ખાતે પહોંચી હતી અને જવેલર્સમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા તેમાં ત્રણ જેટલી મહિલાઓ નજરે પડી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે તેઓ ખરીદીનાં બહાને જવેલર્સમાં આવી હતી અને ત્યારબાદ અન્ય એક મહિલા કે જે પણ ખરીદીમાં મશગુલ હોવાથી તેની નજર ચૂકવી તેની સોનાની બંગડીઓ બાજુમાં બેસેલ મહિલાએ બાજનજર રાખી ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

ચોરી કરવા આવેલ મહિલાઓની તમામ કરતૂત જવેલર્સમાં લાગેલા સીસીટીવીમાં કેદ થતા આ તમામ મહિલાઓ મધ્યપ્રદેશમાંથી અંકલેશ્વર આવી હતી. જેઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ શહેર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરેલ મહિલા આરોપીઓમાં પૂજાબેન અમિતભાઈ તખતશિહ સિસોદિયા, મનિષાબેન રાકાભાઈ ભરતસિંહ સિસોદિયા, રીમા બેન ચંદન ભાઈ જગજીવનભાઈ સિસોદિયા તમામ રહે. કડિયા પોસ્ટ પીપળીયા તાલુકો પંચોર, જિલ્લા રાજગઢ મધ્યપ્રદેશ આ તમામની અંકલેશ્વર શહેર પોલીસે ત્રણ જેટલી મહિલાઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.