લોકસત્તા ડેસ્ક 

31 પર ખાસ કરીને એગલેસ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવી શકાય છે. આ ક્રિસ્પી ચોકલેટ કૂકીઝને ચોકલેટ ચિપ્સ અને ઇંડા વિના અને ફક્ત ત્રણ સાદી સામગ્રી સાથે માત્ર 30 મિનિટની અંદર તૈયાર કરી શકાય છે. 31 પર બાળકો માટે આ ખાસ ભેટ સમાન હશે. તો ચાલો જાણી લો તેની આ સરળ રેસીપી વિશે.

એગલેસ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવવા માટેની સામગ્રી

1/3 કપ ડાર્ક ચોકલેટ ચિપ્સ

1/3 કપ માખણ

1/3 કપ લો કેલરી સ્વીટનર

1 ટીસ્પુન વેનીલા એસેન્સ

1 કપ મેદા

1/4 ટીસ્પુન બેકિંગ સોડા

1/4 ટીસ્પુન બેકિંગ પાવડર

2-3 ટીસ્પુન દૂધ

ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવવાની રીત

-ઓવનને 180 °સેલ્સીયસ પ્રીહિટ કરો. -એક બાઉલમાં માખણ અને લો કેલરી સ્વીટનને ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગકરીને લાઈટ થાય ત્યાં સુધી ફેટો. વેનીલા એન્સેસ સારી રીતે મિક્ષ કરો.

-મેંદો, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને સારી રીતે મિક્સ કરી લો. તેમાં ડાર્ક ચોકલેટ ચિપ્સ અને દૂધ નાખો અને તેને બરાબર મિક્ષ કરી લો અને કણક તૈયાર કરો.

-કણકનાં સમાન ભાગોમાં બોલ્સ બનાવી તેને સહેજ સપાટ કરો.

-આ કૂકીઝને બેકિંગ ટ્રેમાં મૂકો. ટ્રેને પ્રીહિટેડ ઓવનમાં મૂકો અને 10-12 મિનિટ સુધી તેને પાકવા દો.

-કૂકીઝને ઓવનમાંથી કાઢી ઠંડી થવા દો.