દિલ્હી-

મોદી સરકારે કોરોના વાયરસ રોગચાળાને કારણે અનાથ થયેલા બાળકો માટે મોટી જાહેરાત કરી છે. વડા પ્રધાન કચેરીએ કહ્યું છે કે પી એમ મોદીએ એ જાહેરાત કરી છે કે કોરોના રોગચાળામાં માતા-પિતાને ગુમાવેલા બાળકોને ‘પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા અનાથ બાળકોને નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. પીએમઓએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અનાથ બાળકોને જ્યારે તેઓ 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે. અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.