દિલ્હી-

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ -19ની મોડર્નાની રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે આયાત કરવાની મંજૂરી આપી છે. ફાર્મા કંપની સિપ્લાએ આ રસીના આયાત અને વિતરણ માટે મોડર્નાને અધિકૃત કરવાની મંજૂરી માંગી હતી. અમેરિકન ફાર્મા કંપની મરદાનાએ આ રસી કોવિડ -19 સામે વિકસાવી છે. કોરોના વાયરસ સામે તેની અસરકારક ક્ષમતા 94 ટકા સુધીની છે.