વલસાડ : વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં કોરોના સંક્રમણને લઇ ભારે બદલાવ આવ્યો છે.રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ સહિત ગ્રામપંચાયતો પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.૬ હજારની વસ્તી ધરાવતા ધરમપુરના બીલપુડી ગામમાં લોકોને સ્વચ્છ પાણી મળે એ આશયથી ગતરોજ ગામમાં પીવાના પાણીની ટાંકીની સફાઈ હાથ ધરાઇ હતી. સરપંચ લીલાબેન પઢેર ,ઉપ સરપંચ પ્રતિક પટેલ અને તલાટી કમમંત્રી ચેતનભાઈ તેમજ પંચાયતના સભ્યો સાથ સહકારથી પંચાયત  સરકારી નીતિ નિયમોને ધ્યાનમાં લઇ વિકાસ અને લોકહીતના કામોમાં આગળ રહ્યું  છે.   ૨૦૧૯-૨૦માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને કુલ ૫૭ અવાસો આપવામાં આવ્યો હોવાનું તલાટી કમમંત્રી ચેતનભાઈએ જણાવ્યું હતું. સરપંચ લીલાબેન અને ઉપસરપંચ પ્રતિકભાઈની સારી કામગીરીને ગામલોકોએ વધવી લીધી હતી.