વલસાડ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામે સાંઈ મંદિરના સુંદર પરિસરમાં ગુજરાત સામુહિક વન નિર્માણ પરિયોજના(આદિવાસી) અંતર્ગત અંદાજે રૂ.૧૧ લાખના ખર્ચે નવનિર્મિત પવિત્ર ઉપવનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તેં કરવામાં આવ્યું હતું.આ અવસરે રાજ્ય વન મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વન છે તો જીવન છે, વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, જે ધ્યાને લઇ સૌ વધુ વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરે તે જરૂરી છે. પવિત્ર ઉપવન એક નવી પરિકલ્પપના છે, જે દહેરી ગામે સાકાર થયું છે, તે માટે અહીંના ગ્રામજનો અભિનંદનને પાત્ર છે. આ ઉપવનની યોગ્યર જાળવણી કરવા તેમણે સંસ્થા, અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. લોકોમાં ધાર્મિકતા જળવાઈ રહે તે હેતુસર રાજ્યણના ૧૯ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃરતિક વનોના નિર્માણ કરાયા છે. ઘનિષ્ઠણ વનીકરણ અને ભારે મહેનતને કારણે આદિવાસી વિસ્તા્રોમાં બીમારીનું પ્રમાણ ઓછું છે. પર્યાવરણની યોગ્યમ જાળવણી સાથે આવક વધે તે માટે અનેક ગામના સરપંચોએ તેમની પડતર જમીન અને ગામના રસ્તા‍ની આજુબાજુ વૃક્ષોનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કર્યું છે. ઉમરગામ તાલુકાના દરેક વિસ્તા‍રોમાં સરળ આવન-જાવન માટે અનેક રસ્તોઓના નવનિર્માણ કાર્યો પ્રગતિમાં છે. આ અવસરે અગ્ર મુખ્યવ વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટફોર્સ દીનેશકુમાર શર્મા, સામાજિક વનીકરણ વર્તુળ, ભરૂચના વન સંરક્ષક ડો.શશીકુમાર તથા સામાજિક વનીકરણના અગ્ર મુખ્યા વન સંરક્ષક રામકુમારે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.