વાઘોડિયા :  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચુંટણી ગત્‌ રોજ યોજાઈ હતી જેનુ પરિણામ આજે જાહેર થતા કોંગ્રેસ પ્રેરીત સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો.આજે વાઘોડિયા છઁસ્ઝ્ર ખાતે સવારે સાડા નવ વાગે ચુંટણી અધિકારી બી.બી.ભાભોર અને જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓના અધિકારીની ઊપસ્થીતીમા મતગણતરી શરુ કરાઈ હતી.જેના પરીણામો બે કલાક બાદ જાહેર કરાયા હતા.વાઘોડિયા ઊત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચુંટણી મા કુલ ૯૨% મતદાન નોંઘાયુ હતુ.જેમા સહકારી ખરીદ વેચાણ મંડળી અને વેપારી વિભાગના કુલ છ ઊમેદવારો બીન હરીફ ચુંટાયા હતા.એપીએમસીની સામાન્ય ચુંટણીમા કોંગ્રેસ પ્રેરીત સહકાર પેનલમાંથી ૧૦ જયારે ભાજપમાંથી ત્રણ ઊમેદવારોએ ૧૦ બેઠકો માટે ચુંટણીજંગે ચઢ્યા હતા.જેમા એડીચોટીનુ જાેર લગાવતા ભાજપના ઊમેદવારોની ભુંડી હાર થઈ હતી, તો એપીએમસીના માજી ડિરેક્ટર નારણભાઈ પટેલનો ભવ્યબહુમતીથી વિજય થયો હતો.જ્યારે ખંધાના જગદિશભાઈ પટેલ બીજા ક્રમાંકે ચુંટાઈ આવ્યા હતા.વાઘોડિયા એપીએમસીમા વર્ષ ૨૦૦૪ થી કોંગ્રેસ પ્રેરીત પેનલ શાસન જમાવતી આવે છે. જેમા આ વખતની ચુમટણીમા પણ ખેડુત સભાસદોએ સહકાર પેનાલમા વિશ્વાસ મુકી આખેઆખી પેનાલને વિજેતા બનાવી હતી.જેના કારણે વાઘોડિયા ભાજપ પ્રમુખ શુરેશભાઈ પટેલ ( અમરેશ્વરપુરા), ભાજપના કિશાન મોરચાની પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ ( વ્યારા) તથા સમાજીક આગેવાન નરેન્દ્ર ભાઈ પટેલ ( વ્યારા)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.ખેડૂત સભાસદોએ ફરી એક વાર કોંગ્રેસ પ્રેરીત સહકાર પેનલને બહુમત આપી ભવ્યતાથી વિજય અપાવ્યો હતો.કોંગ્રેસ પ્રેરીત પેનલનો વાઘોડિયા એપીએમસીમા દબદબો રહ્યો છે.એપીએમસીના માજી ડિરેક્ટર અને સહકાર પેનલના બહુમતથી ચુંટાએલ નારણભાઈ પટેલે જનાવ્યુ હતુ કે ખેડૂતોના કામો માટે દિવસ રાત મહેનત કરી વિશ્વાસ કેડવ્યો છે.હજુ પણ ખેડુતોની કોઈ પણ સમસ્યા ઊકેલવા અમે તમામ ચુંટાએલ ઊમેદવારો સાથે રહિ નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવાના છે. જગદિશભાઈ પટેલ ખંધાએ તમામ સભાસદોનો આભારમાન્યો હતો, જયારે ઠાકોરમામાએ ભાજપના હારેલા ઊમેદવારોએ મનોમંથન કરવુ જાેઈએ તેવુ કહિ ડાઝ્‌યા પર ડામ આપ્યો હતો.કોંગ્રેસ પ્રેરીત સહકાર પેનલનો ભવ્ય વિજય થતા વિજયી ઊમેદવારોનુ ભવ્ય ફુલહારથી સ્વાગત કરાવી સભાસદોએ એકબીજાને મિઠાઈ ખવરાવી મોં મિંઠું કરાવ્યુ હતુ.

સહકાર પેનલના ખેડૂત મત વિભાગના વિજેતા ઊમેદવાર

(૧) પટેલ નારણભાઈ જેન્તીભાઈ - ૧૫૮ મત

(૨) પટેલ જગદિશભાઈ પ્રભુદાસ - ૧૫૨

(૩) પટેલ રમેશભાઈ ડાહ્યાભાઈ - ૧૪૯

(૪) પટેલ ઠાકોરભાઈ કેસુરભાઈ - ૧૪૫

(૫) પટેલ શૈલેષભાઈ ચંદ્રકાન્તભાઈ - ૧૪૪

(૬) પટેલ સનતભાઈ કાનજીભાઈ - ૧૪૧

(૭) પટેલ મિતેષભાઈ ઘનશ્યામ ભાઈ - ૧૪૧

(૮) ચોહાણ રતીલાલ ભાઈ છીતાભાઈ - ૧૩૮

(૯) પટેલ મહેન્દ્રભાઈ બાબુભાઈ - ૧૩૭

(૧૦) પટેલ વલ્લભ ભાઈ બળદેવ ભાઈ - ૧૨૯