સાવલી, તા.૮

સાવલી ૧૩૫ વિધાનસભાની ચૂંટણીના મત ગણતરીના પરિણામો બાદ ભાજપના કેતન ઈનામદાર નો ૩૬,૮૯૧ જલવંત વિજય થયો હતો ભાજપના ભાજપના સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેચી ખુશી મનાવી હતીઆજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પરિણામ જાહેર થતાં ભાજપ નું સ્ટીમ રોલર ફરી વળ્યુ હતું અને કોંગ્રેસ નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સમગ્ર રાજ્યમાં ભાજપ ની સુનામી ફરી વળી હતી જેમ જેમ ઇ વી એમ ખુલતા ગયા તેમ તેમ ભાજપ નો કેસરિયો લહેરાતો જતો હતો તેવામાં સાવલી વિધાનસભાની ચૂંટણી ભારે ચર્ચાસ્પદ ચૂંટણીનો જંગ બન્યો હતો અને ભારે ચર્ચાસ્પદ જંગ જામ્યો હતો જાેકે પરિણામ જાહેર થતાં એકતરફી ચૂંટણી જંગ સાબિત થયો હતો અને ભાજપના કેતન ઈનામ દાર નો ભવ્ય વિજય થયો હતો પરિણામ ના અંતે ભાજપ ના ઉમેદવાર ના સમર્થકો મોટી સંખ્યામાં પોલિટેકનિક ખાતે ઉમટી પડ્યા હતા અને વિશાળ રેલી કાઢી હતી જ્યારે ૫ મી એ થયેલ કુલ ૨૩૦૬૬૮ માંથી કુલ ૧૭૪૭૭૪ મતદાન થયું હતું જેમાં કેતન ઈનામ દા ર ને ૧૦૧૭૧૭ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રસના કુલદીપ સિંહ રાઉલજી ને ૬૪૮૨૬ મતો મળ્યા હતા આમ કેતન ઈનામ દા ર નો ૩૬૮૯૧ જંગી મતોથી વિજય થયો હતો જ્યારે ફરી એકવાર સાવલી તાલુકામાં ક્ષત્રિય વાદ ના દાવા પોકળ સાબિત થયા હતા.

આ પ્રસંગે વિજયી ઉમેદવારે તાલુકાની પ્રજા નો અને ભાજપના મોવડી મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો અને પૂજ્ય સ્વામીજીના દર્શન કરીને આશીર્વાદ લઈને વિજયી રેલીમાં જાેડાયા હતા.