અમદાવાદ-

કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉન બાદ જાહેર કરાયેલ ગાઇડલાઇનને ધ્યાનમાં લઇને રાજ્યમાં ST બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ તબક્કાવાર ST બસોનું આવન-જાવન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા આંતરિક જિલ્લામાં બસ સેવા શરૂ કરાઇ હતી. ત્યારબાદ સરકાર દ્વારા એક-બીજા જિલ્લામાંના મુખ્યમથક વચ્ચે ST બસ સેવાની શરૂઆત થઇ હતી.

રિપોર્ટ અનુસાર અનલોક 4માં ગુજરાત ST નિગમ દ્વારા હવે સોમવારથી રાજ્યના ગામડાઓમાં પણ ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ST બસ શરૂ થયા બાદ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈન અનુસાર બસમાં એક થર્મલ ગનમાં આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બસમાં કોઈ પણ મુસાફર બેસે તે પહેલાં બસના કંડક્ટર દ્વારા થર્મલ ગનથી મુસાફરનું સ્ક્રિનિંગ કરીને તમને બસમાં બેસવા દેવામાં આવશે.

જો કે હવે રાજ્યમાં ST નિગમ દ્વારા ગામડાઓમાં બસનું સંચાલન કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે 5 મહિના બાદ હવે ગામડાઓમાં બસો શરૂ કરવામાં આવશે. આ અંગેની ST નિગમની ઓફિસમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.