વડોદરા, તા.૯

લોક ડાઉનમાં બંધ કરવામાં આવેલા વડોદરા શહેર-જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો આવતિકાલથી ફરી શરૂ કરવામાં આવશે. જાકે, આ માટે ઓન લાઈન એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે.એપોઈન્ટમેન્ટ લોનારને જ જન સેવા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે.લોકોને આવકના દાખલા, ડોમીસાઈલ સર્ટીફીકેટ, જાતીનુ પ્રમાણપત્ર, રહેઠાણ અંગેનુ પ્રમાણપત્ર વગેરે સરળતાથી મળી રહે તેમજ અન્ય સરકારી કામો એકજ જગ્યાએથી થઈ શકે તે માટે જન સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જાકે કોરોનાની મહામારી વચ્ચે લોક ડાઉનના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગ નહી જળવાતા તેમજ લોકોની ભારે ભીડ થતા શહેર-જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા.જાકે હવે અનલોક-૧ માં તમામ સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ ગઈ છે. ત્યારે હવે આવતીકાલથી શહેરના ૪ અને તાલુકા મથકે આવેલા તમામ જનસેવા કેન્દ્રો ફરીથી શરૂ કરવામાં આવશે.જાકે, જન સેવા કેન્દ્રો પર વિવિધ કામગીરી માટે આવનાર અરજદારોને ઓન લાઈન એપોઈન્ટમેન્ટ બાદજ પ્રવેશ આપવામાં આવશે.