શિનોર,તા.૨૨

  શિનોર તાલુકા સેવાસદન ખાતે તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીની મત ગણતરી સવારે ૯ કલાકે હાથ ધરાઈ હતી. આ વર્ષે બેલેટ પેપરથી લેવાયેલ ચૂંટણીમાં ભા.જ.પા અને કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારોનો પરાજય થયો છે. સાધલીના સરપંચના ઉમેદવાર મનીષાબેન પટેલને ૧૨૯૧ મત અને તેમના હરીફ રિઝવાના નકુમને ૧૨૪૧ મત મળતા રિઝવાના દ્વારા રિકાઉંટિંગની અરજી અપાતા ચૂંટણી અધિકારી દ્વારા ર્નિણય ના લેવાતા લોક ટોળા ઉમટી પડયા હતા. મામલતદાર દ્વારા ચૂંટણી અધિકારી નો ર્નિણય આખરી હોવાનું જણાવ્યું હતું. રીઝવાના નકુમ દ્વારા આ ર્નિણય અમાન્ય જણાવ્યો હતો. ચૂંટણી અધિકારી દ્વારા અંતે મનિષાબેન જયેશભાઈ પટેલ ને વિજેતા જાહેર કર્યા હતા શિનોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલે હિત રક્ષક પેનલ પેનલ બનાવી તેમના ધર્મ પત્ની કિન્નલબેન પટેલને સરપંચની ઉમેદવારી કરાવી ૧૨ વોર્ડ સભ્યોની પેનલ બનાવી હતી તેમાં સરપંચ કિન્નલબેન ને ૩૧૯૦ મત મળતા વિજેતા થયેલ છે.તેમની પેનલના ૧૧ સદશ્યો ૧, નીતિન ખત્રી, ૨, મનીષાબેન રાણા, ૩. વાસીમખાં રાઠોડ , ૪.જેતુનબીબી ખોખર, ૫.આઈસાબાનું પઠાણ , ન ૬. જયદીપ વસાવા,૭. શૈલેષ વસાવા , ૮ દેવીલાબેન વસાવા, ૯. ગીતાબેન પટેલ , ૧૦. ભારતી બેન પટેલ, ૧૧. સંજય રબારી ચૂંટાઈ આવ્યા છે. સામે પક્ષે પરિવર્તન પેનલના સરપં ના ઉમેદવાર હર્ષદ જાેશી ને ૧૨૬૯ મત મળ્યા છે.તેમની પેનલમાં માત્ર એક સભ્ય ચૂંટાઈ આવેલ છે. સચિન પટેલની પેનલનો વિજય થતા વિજય સરઘસ નીકલ્યું હતું.