વડોદરા : શહેર-જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જાેવા મળી રહ્યો છે. તેની સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા નહિવત્‌ વધારો જાેવા મળી રહ્યો છે. આજે કોરોનાના ૧૦૬ દર્દીઓ નોંધાતાં કુલ સંખ્યા ૧૩,૮૦૮ થઈ હતી. બીજી તરફ ૧૦૬ કોરોનાના દર્દીઓ સામે ૭૮ દર્દીઓને હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. શહેર-જિલ્લામાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૩૯૨૮ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૩૮૨૨ વ્યક્તિઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. કોરોનાની સારવાર લઈ રહેલા અને સાજા થયેલા અને ડિસ્ચાર્જ આપવામાં આવેલ દર્દીઓના આંકડા પર નજર કરીએ તો વિતેલા દિવસોની સરખામણીમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં નહિવત્‌ વધારો જાેવા મળી રહ્યો છે. આજે ૭૮ દર્દીઓને આપવામાં આવેલા ડિસ્ચાર્જમાં ૧૨ દર્દીઓ સરકારી, ૧૩ ખાનગી હોસ્પિટલમાંથી, જ્યારે ૫૩ વ્યક્તિઓને હોમ આઈસોલેશનમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૦૦૪ થઈ હતી. ડેથ ઓડિટ કમિટી દ્વારા આજે વધુ એક દર્દીને કોરોનામાં મોત થયું હોવાનું જાહેર કરતાં કુલ મૃતાંક ૨૦૯ થયો હતો. જ્યારે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૦ જેટલા દર્દીઓના બિનસત્તાવાર મોત થયા હોવાનું જાણવા મળેલ છે. જાે કે, હાલ શહેરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૫૯૫ દર્દીઓમાં ૧૫૯ દર્દીઓ ઓક્સિજન પર, ૬૦ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ૧૩૭૬ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે ૧૦૬ કોરોના પોઝિટિવ આવેલા કેસોમાં સૌથી વધુ વડોદરા ગ્રામ્યમાંથી ૪૩, જ્યારે શહેરના ચાર ઝોનમાં દક્ષિણ ઝોનમાં ૧૯, ઉત્તર ઝોનમાં ૧૬, પૂર્વ ઝોનમાં ૧પ અને પશ્ચિમ ઝોનમાં ૧૫ કેસો નોંધાયા હતા. 

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના નવાપુરા, સમા, માંજલપુર, ગાજરાવાડી, અકોટા, દંતેશ્વર, રામદેવનગર, સુદામાપુરી, મકરપુરા, જ્યુબિલીબાગ, કિશનવાડી, દિવાળીપુરા, અટલાદરા, વારસિયા, કપુરાઈ, કારેલીબાગ, સુભાનપુરા સહિત તેમજ ગ્રામ્યના વાઘોડિયા, શિનોર, ડભોઈ, ભાયલી, પાદરા, પોર, કરજણ, પદમલા, બાજવા, કરચિયા, ઈટોલા અને દશરથ સહિતના વિસ્તારોમાં કુલ ૩૯૨૮ કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮૨૨ નેગેટિવ અને ૧૦૬ પોઝિટિવ કેસો નોંધાયા હતા.

કોરોનાને મહાત આપી સ્વસ્થ બનેલા દર્દીએ તબીબ અને કર્મચારી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો

શહેરના કારેલીબાગ વિસ્તારરની વિશ્વકુંજ સોસાયટીમાં રહેતા કલ્પેશ નાયક કોરોના સંક્રમિત થયા બાદ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એકવીસ-બાવીસ દિવસની સઘન સારવાર બાદ તેમને કોરોનાને હરાવ્યો હતો અને જીત મેળવી હતી. કલ્પેશ નાયકને કોરોનાની મહામારીના રોગ સામે જીત અપાવનાર સયાજી હોસ્પિટલમાં કોરોાનની સારવાર આપનાર તબીબોની ટીમ, નર્સ્િંાગ સ્ટાફ અને વર્ગ-૪ના કર્મચારીઓનો આભાર વ્યક્ત કયો હતો. જ્યારે હોસ્પિટલના તબીબ અને કર્મચારી સ્ટાફે તેમને સ્વસ્થ રહેવાની શુભેચ્છા પાઠવી હતી.