વડોદરા, તા.૨૬ 

દેશ અને રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવોથી દુઃખી થયેલી ગોધરામાં રહેતી અને ધો.૭માં કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી માહી નરેન્દ્રકુમાર પરમારે દુષ્કર્મના કેસમાં આરોપીઓને ફક્ત ફાંસીની સજાની જાેગવાઈ કરવામાં આવે તેવી માગ સાથે સહીઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યના જુદા જુદા શહેરોમાં લોકોનો સહયોગ મેળવીને સહીઓ સાથેનું આવેદનપત્ર રાષ્ટ્રપતિને મોકલવા માટે શરૂ કરેલ અભિયાન અંતર્ગત આજે કમાટીબાગના ગેટ નં-૨ પાસે સહીઝુંબેશ શરૂ કરી હતી. જેને લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. માહી અને તેના પરિવાર દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં ફરીને સહીઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમની એક જ માગ છે કે દુષ્કર્મ જેવા જઘન્ય કૃત્યમાં ફાંસી સિવાય બીજી કોઈ સજા હોવી જાેઈએ નહી.

કમાટીબાગ પાસે માહી દ્વારા શરૂ કરાયેલ સહીઝુંબેશમાં અનેક લોકો જાેડાયા હતા અને ૧૨ વર્ષની માહીના દુષ્કર્મ સામેના અભિયાનને બિરદાવી સહીઓ કરી હતી. દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજાની માગણીને સમર્થન આપ્યું હતું. માહીના પિતાએ જણાવ્યું હતું કે, દેશમાં બળાત્કારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ સરેરાશ ૮૮ જેટલી બળાત્કારની ઘટના બની રહી છે. મીડિયામાં સમાચાર જાેઈને મારી દીકરી માહીએ મને એક વખત પૂછ્યું હતું કે, બળાત્કાર એટલે શુ? મારી પાસે કોઈ જવાબ ન હતો, અને માહીને કેવી રીતે સમજાવવી

તે પ્રશ્ન હતો.