મુંબઈ-

ઑનલાઈન ક્લાસીફાઈડ પ્લેટફૉર્મ, કારટ્રેડ ટેકનો આઈપીઓ ૯ ઓગસ્ટને ખુલીને ૧૧ ઓગસ્ટને બંધ થશે. કારટ્રેડ ઉપભોક્તાઓને નવી અને જુની બન્ને રીતની કાર ખરીદવાની સુવિધા આપે છે. તેમાં અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકાર વોરબર્ગ પિનકસ, સિંગાપુરની સરકારી રોકાણકાર કંપની ટેમસેક, જેપી મોર્ગન અને માર્ચ કેપિટલ પાર્ટનરનું રોકાણ છે.

આ આઈપીઓ પૂરી રીતથી ઑફર ફૉર સેલ આધારિત થશે. જેની હેઠળ વર્તમાન શેરધારકો અને પ્રમોટરો દ્વારા ૧.૮૫ કરોડ શેરોનું વેચાણ કરવામાં આવશે. આ આઈપીઓમાં CMDB II ૨૨.૬ લાખ ઈક્વિટી શેર, હાઈડેલ ઇન્વેસ્ટમેન્ટ ૮૪.૧ લાખ ઈક્વિટી શેર, મેકરીથી ઇન્વેસ્ટમેન્ટસ ૫૦.૮ લાખ ઈક્વિટી શેર, સ્પ્રિંગફીલ્ડ વેન્ચર ઇન્ટરનેશનલ ૧૭.૭ લાખ ઈક્વિટી શેર અને બિના વિનોદ સાંધી ૧૮.૩ લાખ ઈક્વિટી શેરનું વેચાણ કરશે.

હાલ કંપનીમાં CMDB II ની ૧૧.૯૩ ટકા, હાઈડેલ ઇન્વેસ્ટમેન્ટ, મેક્રીચી ઇન્વેસ્ટમેન્ટ અને સ્પ્રિંગફીલ્ડ વેન્ચર ઇન્ટરનેશનલની કંપનીમાં ક્રમશ ૩૪.૪૪ ટકા, ૨૬.૪૮ ટકા અને ૭.૦૯ ટકા ભાગીદારી છે.

કંપનીની નાણાકીય સ્થિતિ પર જોવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૨૧ માં કંપનીના રેવેન્યૂ ૨૮૧.૫૨ કરોડ રૂપિયા રહ્યા હતા જો કે નાણાકીય વર્ષ ૨૦૨૦ માં ૩૧૮.૪૪ કરોડ રૂપિયા પર રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ માં કંપનીનો નફો ૧૦૧.૦૭ કરોડ રૂપિયા રહ્યો હતો જો કે નાણાકીય વર્ષ ૨૦૨૦ માં ૩૧.૨૯ કરોડ રૂપિયા પર રહ્યો હતો.