નવી દિલ્હી

 ખાનગી ક્ષેત્રની આઈડીએફસી ફર્સ્‌ટ બેંકે તેના રૂ. ૩૦૦૦ કરોડ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (ક્યૂઆઈપી) ઇશ્યૂ માટે શેર દીઠ ઓછામાં ઓછા ૬૦.૩૪ રૂપિયા નક્કી કર્યા છે.સ્ટોક એક્સ્ચેન્જાેને મોકલવામાં આવેલા સંદેશાવ્યવહારમાં આઈડીએફસી ફર્સ્‌ટ બેન્કે કહ્યું કે બોર્ડની મૂડી વધારતી સમિતિએ ર્નિણય લીધો છે કે બેંક ઇશ્યૂના લઘુત્તમ ભાવ પર પાંચ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.બેંકે કહ્યું છે કે તેની મૂડી ઉભી કરનાર સમિતિ ૬ એપ્રિલે સંસ્થાના રોકાણકારોને ડિસ્કાઉન્ટ સહિતના શેરના ઇશ્યૂ ભાવ નક્કી કરવા માટે બેઠક કરશે.